Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મલયાલમ સુપરસ્ટારના માતા કેરળના પૂરના પાણીમાં ફસાયા :કોચીમાં કરાયું રેસ્ક્યુ

કેરળમાં ભારે વરસાદથી કોચીમાં સ્થિતિ બદ્દતર છે વિષમભરી પરિસ્થિતિમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પણ કુદરતના કહેરથી બચી શક્યા નથી. જેને પગલે મલયાલમ અભિનેતા પૃથ્વીરાજ સુકુમારનના ઘરમાં વરસાદના પાણી ફરી વળ્યા હતાં. એટલું જ નહીં, ઘરમાં પાણી ભરાઈ જવાથી અભિનેતાની માતાનુ રેસ્ક્યુ કરાયું હતું.

અભિનેતા કોચીના પૉશ વિસ્તારમાં રહે છે. અભિનેતાનુ લક્ઝરી હાઉસ ફેમિલીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યુ છે. તેમ છતાં આ અભિનેતાના ઘરમાં પાણી ઘુસી ગયું.હતું 

(11:15 pm IST)