Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

‘‘ઇન્‍ડિયા ઓફ માય ડ્રીમ્‍સ'': અમેરિકાના વોશીંગ્‍ટન ડીસીમાં ભારતનો ૭૨મો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાયોઃ એમ્‍બેસેડર શ્રી નવતેજ સરનાએ ત્રિરંગો લહેરાવ્‍યોઃ રાષ્‍ટ્રગીતનું ગાન કરાયું: દેશભક્‍તિ સભર ગીતો તથા વકતૃત્‍વ સ્‍પર્ધામાં વિજેતા બાળકોને ઇનામો અપાયા

વોશીંગ્‍ટન ડીસીઃ અમેરિકાના વોશીંગ્‍ટન ડી.સી.મુકામે ૧૫ ઓગ.ના રોજ ભારતનો ૭૨મો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાયો ભારતીય દૂતાવાસ આયોજીત ઉજવણીમાં ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી અગ્રણીઓએ હાજરી આપી હતી.

ભારતના એમ્‍બેસેડર શ્રી નવતેજ સરનાએ ત્રિરંગો લહેરાવ્‍યો હતો. તથા રાષ્‍ટ્રગીતનું ગાન કરાયું હતું. બાદમાં શ્રી સરનાએ આ દિવસ નિમિતે ભારતના રાષ્‍ટ્રપતિનો શુભેચ્‍છા સંદેશ વાંચી સંભળાવ્‍યો હતો.

આ તકે દેશભક્‍તિ સભર ગીતો તથા વકતૃત્‍વ સ્‍પર્ધામાં વિજેતા બાળકોને ભારતના એમ્‍બેસેડરના વરદ હસ્‍તે ઇનામો અપાયા હતા. જેનો વિષય ‘‘ઇન્‍ડિયન ઓફ માય ડ્રીમ્‍સ'' હતો. બાદમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

(9:03 pm IST)