Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

આપણી સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે તેને ભુલાવી દેવાનો પ્રયત્ન કરીઅે છીઅે, જેના કારણે સમસ્યાઓ વારેઘડીઅે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી લે છે

મુંબઇઃ આપણે સુખ સગવડથી ઘેરાયેલી દુનિયામાં જીવીએ છીએ. હવે તો પિઝા પણ આપણને ઘરના બારણે ડીલીવર છઈ જાય છે. ઘેર બેઠા એક ક્લિકથી આપણે ઇચ્છીએ તે ચીજ ખરીદી શકીએ છીએ. સ્નીકર્સથી માંડીને અન્ડરવેર સુધી કશું તમારે બહાર ખરીદવા જવાની જરૂર નથી. તો ઠીક હવે તો ડેટિંગ પણ ઓનલાઈન થઈ ગયું છે. યંગ જનરેશનની વાત કરીએ તો તેઓ તેમના મા-બાપ કમાતા હતા તેના કરતા આજે અનેકગણું વધારે કમાય છે. સ્વતંત્રતા છે, સારી સોશિયલ લાઈફ છે, પૈસા છે આમ છતાંય મોટાભાગના યંગસ્ટર્સ મનમાં ક્યાંક અજંપો રહે છે. જાણો છો, આવું કેમ થાય છે?

આપણા દુઃખનું સૌથી મોટું કારણ છે પરફેક્શનનો દુરાગ્રહ. જોબ પરફેક્ટ હોય તો આપણે સ્ટ્રેસમાં આવી જઈએ છીએ. પાર્ટનર પરફેક્ટ હોય તો પણ આપણે ખુશીથી નથી જીવી શકતા. આટલું તો ઠીક, આપણા શરીરનો શેપ પણ પરફેક્ટ હોય તો આપણને નથી ગમતુ. ક્યારેક તમારા પેરેન્ટ્સ સાથે વાત કરશો તો તે જણાવશે કે તે આમાંથી એકપણ વાતને લઈને તણાવ નહતા લેતા. તેઓ જિમમાં નહતા જતા પરંતુ શારીરિક અને માનસિક બંને રીતે આપણા કરતા મજબૂત હતા.

વળી, આપણે આપણી સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે તેને ભૂલાવી દેવાનો પ્રયત્ન કરીએ છીએ જેને કારણે સમસ્યાઓ વારેઘડીએ આપણી સામે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. આપણા સંબંધો પણ બટકણા થઈ ગયા છે જેને કારણે આપણને માનસિક શાંતિ મળવી મુશ્કેલ થઈ ગઈ છે.

આપણે એવી દુનિયામાં જીવીએ છે જે સતત આપણને પરફેક્ટ બનવાનું પ્રેશર કર્યા કરે છે. સફળતા કેવી રીતે મેળવવી, શરીરનો પરફેક્ટ શેપ કેવી રીતે મેળવવો, બેસ્ટ સ્કિન કેવી રીતે મેળવવી, બેસ્ટ લાઈફ પાર્ટનર કેવી રીતે મેળવવો તમામ માટે જાણે અજાણે સમાજ તમારા પર પ્રેશર બનાવ્યા કરે છે. તમે ફેન્સી કારમાં આવો તો તમે પૈસાદાર નથી ગણાતા, પરવડે કે પરવડે- સોશિયલ સ્ટેટસ માટે મોંઘુ ઘર ભાડેથી પણ લેવું પડે છે. તમારી લાઈફ હેપનિંગ છે બતાવવા માટે દર અઠવાડિયે-બે અઠવાડિયે કોઈ સુંદર છોકરી કે છોકરા સાથે ફોટોઝ સોશિયલ મિડીયા પર પોસ્ટ કરવા પડે છે. ક્યાંક ને ક્યાંક પરફેક્ટ બનવાની દોડ આપણને એટલી હદે થકવી નાંખે છે કે આપણને જીવન બોજારૂપ લાગવા માંડે છે અને આપણી પાસે જે છે તેને એન્જોય કરવાનું આપણે ભૂલી જઈએ છીએ.

એક સમય હતો જ્યારે લોકો પોતાનું જ્ઞાન વિસ્તારવા માટે ભણતર મેળવતા હતા. પરંતુ આજકાલ ભણતર પણ દેખાદેખીનું માધ્યમ બની ગયું છે. યુવાનો નવું શીખવા માટે નહિં પરંતુ મોટું પેકેજ મેળવનાર યુવાનને જોઈને ભણતરની દિશા નક્કી કરે છે. વળી, માતા-પિતા પણ સંતાનો પર સતત સારું પરફોર્મ કરવાનું દબાણ કર્યા કરે છે. દરેક વ્યક્તિ જુદી જુદી બાબતોમાં પારંગત હોય છે. એવા સમયે દરેક વિદ્યાર્થી પરફેક્ટ સ્કોર મેળવે તેવી ખોટી અપેક્ષાને કારણે પણ મનમાં અજંપો ઊભો થાય છે.

મારી પાસે ટાઈમ નથી”. તમે આજકાલ લગભગ દરેક વ્યક્તિને વાક્ય બોલતા સાંભળશો- પછી ભલેને તે વ્યક્તિ આખો દિવસ વ્હોટ્સએપ-ફેસબુક પર ઓનલાઈન રહેતી હોય. આપણી પાસે આજે સમય નથી. સોશિયલાઈઝ કરવામાં, પાર્ટી કરવામાં, તેના ફોટોઝ પોસ્ટ કરવામાં આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણને આપણી જાત માટે ટાઈમ નથી મળતો. સોશિયલ મિડીયા પર નિયમિત કંઈ પોસ્ટ કરવું જાણે ભારણ બની ગયું છે. આપણે ખરેખર જેવા છીએ તેના કરતા દુનિયા સામે જેવા દેખાવા માંગીએ છીએ તે બતાવવામાં મોટાભાગનો સમય વીતી જાય છે અને માણસ બીજાની નજરોમાં પોતાની ઇમેજ મેઇન્ટેન કરવામાં થાકી જાય છે.

આપણે ખુશ એટલે નથી રહી શકતા કારણ કે આપણે આપણી જાત પર ઘણો જુલમ કરીએ છીએ. આપણે આપણી જાતને ક્યારેય પીઠ થપથપાવીને નથી કહેતા કે હું લાઈફમાં ખરેખર સારા મુકામ પર પહોંચી ગયો છું. આપણે આપણી શારીરિક, માનસિક અને સોશિય લિમિટ્સને તાણતા જઈએ છીએ. તાણમાં માણસ ક્યારે તૂટી જાય છે તે આપણને ખબર નથી પડતી.

જરૂરિયાતથી વધુ મેળવવાની મહત્વકાંક્ષા પણ સ્ટ્રેસનું મહત્વનું કારણ છે. લોકોને બતાવી દેવાની ભાવનાથી અને મળ્યું છે તેના કરતા વધુ મેળવવાની ભાવનાથી વ્યક્તિ રોજ ને રોજ પોતાની જાતને તાણતો રહે છે. પરંતુ વાત આપણ સમજવી જોઈએ કે સફળતા અને ઓબ્સેશન વચ્ચે ભેદરેખા છે. જે રીતે ગરીબ હોવું અને દુઃખી હોવું સારી બાબત નથી તે રીતે અમીર હોવું છતાંય દુઃખી હોવું પણ સારી વાત નથી. આથી રિલેક્સ થાવ. પોતાની જાત પર જુલમ કરવાનું બંધ કરો. તમે પરફેક્ટ નથી તો તેમાં કંઈ ખોટું નથી. તમે મહત્વકાંક્ષી નથી તો તેમાં કંઈ ખોટું નથી.

તમને યાદ છે તમે છેલ્લે ક્યારે તમારા શ્વાચ્છોશ્વાસ પર ધ્યાન આપ્યું હતું? છેલ્લે ક્યારે તમે તમારી ઑફિસ કે ઘરની ગેલેરીમાંથી શાંતિથી ઊંડા શ્વાસ લેતા લેતા વ્યુ જોયો હોય અને બીજા કશા વિષે વિચાર કર્યો હોય? છેલ્લે ક્યારે તમે કોઈ એસાઈન્મેન્ટ કે ઘરની ચિંતા કર્યા વિના શાંતિથી બેઠા હતા? માણસ પોતે જે શ્વાસ લે છે તેનું મૂલ્ય ભૂલી જાય તો પછી તેને જીવનમાં ખુશી કેવી રીતે મળી શકે?

જો તમારી લાઈફની લગામ તમારા પોતાના હાથમાં હોય, તમારી પાસે નોકરી હોય, રહેવા માટે ઘર હોય, થોડા મિત્રો અને ફેમિલી હોય તો બે હાથ જોડીને ઇશ્વરનો આભાર માનો. સારુ જીવન જીવવા માટે આથી વિશેષ કશાની પણ જરૂર નથી પડતી.

(6:17 pm IST)