Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

સાવધાન, દવા ખાતા પહેલા તેને તોડીને જુઓ, નહીંતર તમે જીવન ગુમાવશોઃ જો કે દવા કંપનીઅે ખુલાસો કર્યો કે દવામાંથી કાગળ નથી નીકળતો પરંતુ ટીશ્યુ પેપરને કંપ્રેશ કરીને ટેબલેટ જેવો બનાવ્યો છે

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક વ્યક્તિ પહેલા કેપ્સૂલનું રેપર દેખાડે છે અને પછી એક ટેબલેટનું રેપર દેખાડી તેમાંથી એક ટેબલેટ બહાર કાઢે છે. ટેબલેટને જ્યારે તે હાથેથી ખેંચે છે તો તે કાગળની જેમ ખુલવા લાગે છે અને  પેપર બની જાય છે. વીડિયોમાં વ્યક્તિ ઉડિયા ભાષામાં બોલી રહ્યો છે કે ટેબલેટ રેપર પર કોઈ એક્સાયરી ડેટ, મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખી નથી. વીડિયો સાથે એક મેસેજ પણ વાઈરલ થયો છે.

વીડિયોની સાથે એક મેસેજ તમને પણ મળ્યો હશે કેસાવધાન, દવા ખાતા પહેલા તેને તોડીને જુઓ નહીંતર તમે જીવન ગુમાવશો. વીડિયો વોટ્સએપની સાથે ફેસબુક પર ખુબ વાઈરલ થયો છે. હિંદુસ્તાન હમારી જાનનામના એક ફેસબુક પેજ પર અપલોડ કરેલા વીડિયોને અત્યાર સુધીમાં 1100થી વધારે વખત શેર કરવામાં આવ્યો છે.

વીડિયોની સત્યતા જાણવા માટે અમે ચેક કર્યું કે વીડિયોમાં જે ટેબલેટ રેપર દેખાડવામાં આવ્યું છે તે ઝોટા (ZOTA) કંપનીનું નામ અને લોગો જોવા મળે છે. જેની તપાસ કરતા ખબર પડી વીડિયોમાં જે ટેબલેટ દેખાડવામાં આવી છે તે દવા નહીં પરંતુ કંપ્રેસ્ડ વાઈપ્સ છે. કંપ્રેસ્ડ વાઈપ્સને મેજિક ટિશ્યૂ પણ કહેવામાં આવે છે. ટિશ્યૂ પેપરને કંમ્પ્રેસ કરીને ટેબલેટ જેવા બનાવવામાં આવે છે.

ટેબલેટ પર પાણી નાંખવામાં આવે અથવા ખેંચવામાં આવે તો તે ટિશ્યૂ પેપર બની જાય છે. કોઈ દવા હોવાથી તેના રેપર પર કોઈ એક્સપાઈરી ડેટ લખવામાં આવી નથી. એટલે કે તમે જે વીડિયોને અત્યાર સુધી સાચો માનતા હતા તે ફેક વીડિયો હતો. મેસેજ તમારા મિત્રોને પણ પહોંચાડો.

 

(6:09 pm IST)