Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

લાલ ચોકના કલોક ટાવર ઉપર ધ્વજ ફરકાવી રહેલ દિલ્હીના યુવકને માર પડયો

શ્રીનગરઃ લાલ ચોકના કલોક ટાવર ઉપર ત્રિરંગો ફરકાવવા ગયેલ દિલ્હીના ત્રણ યુવાનોને ત્રિરંગો ફરકાવતા સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ રોકેલઃ બોલાચાલી અને ઝપાઝપી પછી નવીદિલ્હીના જીતેન્દ્ર કૃષ્ણ સહિત ૩ને મારવામાં આવ્યા હતા. હાલ આ ત્રણેય પોલીસ અટકાયતમાં કોઠી બાગમાં સ્ટેમાં રખાયા છે. બનાવ સમયે ભારે અફરાતફરી મચેલ. અલગાવવાદીઓએ સ્વાતંત્ર્ય દિનના વિરોધમાં એલાન આપતા કાશ્મીર ખીણે બંધ પાળેલ. ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાયેલ.

(4:35 pm IST)