Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ગાયક અભિજીત ફરી ફસાયા:મહિલા સાથે અભદ્રતા માટે કેસ નોંધાયો

મુંબઈ :ફરી એકવાર ફેમસ સિંગર અભિજીત ભટ્ટાચાર્ય ચર્ચામાં છે, એક મહિલાએ તેમની સામે કેસ દાખલ કર્યો છે. તેમને આક્ષેપ કર્યો છે કે અભિજીતે ફોન પર તેમની સાથે ખોટી રીતે વાત કરી અને ગંદી ગંદી ગાળો પણ આપી હતી

   મહિલાએ અભિજીત ભટ્ટાચાર્ય સામે મુંબઇમાં અંબોલી પોલીસ સ્ટેશન ખાતે એફઆઇઆર નોંધાવી છે. મહિલાની ફરિયાદ પર પોલીસે અભિજિત સામે IPC ધારા 509 છે અને ધારા 506 હેઠળ કેસ નોંધ્યો છે.

(1:47 pm IST)