Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

કેરળમાં ભારે વરસાદ-પુરથી મૃત્યુઆંક 73: મુલ્લાપેરિયાર સહિત 35 ડેમના દરવાજા ખોલાયા :14 જિલ્લામાં એલર્ટ

ઉત્તર કાસરગોડથી લઈને તિરૂવનંતપુરમ સુધીની તમામ નદીમાં પૂરની સ્થિતિ : તમામ શાળા કોલેજ બંધ રાખવાનું એલાન

કેરળમાં પડેલા વરસાદમાં અત્યાર સુધીમાં 73 લોકોના મોત થયા છે. વરસાદના કારણે કોચ્ચી એરપોર્ટેને શનિવાર સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે કે કેરળના વાયનાડ, કોઝીકોડ, કન્નૂર, કાસરગોડ, મલપ્પુરમ અને ઈદુક્કીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કેરળની બગડેલી સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્ય પ્રધાન સાથે વાતચીત કરી છે. કેરળ બાદ તમિલનાડુ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવ્યા છે.  હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેરળના 14 જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યુ છે.  ઉત્તર કાસરગોડથી લઈને તિરૂવનંતપુરમ સુધીની તમામ નદીમાં પૂરની સ્થિતિ છે.

મુલ્લાપેરિયાર સહિત  35 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. પૂરની સ્થિને ધ્યાનમાં રાખીને કેરળમાં તમામ શાળા કોલેજ બંધ રાખવાનું એલાન કરી દેવામાં આવ્યુ છે.  વરસાદના કારણે બે હજાર ઘરને નુકસાન તો 718 રાહત કેમ્પમાં હજારોની સંખ્યામાં લોકોને ખસેડવામાં આવ્યા છે.

(1:12 pm IST)