Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

પવિત્ર શ્રાવણ માસ

જલ અભિષેકનો મહિમા...!

....અને સન્‍યાસીએ ભીલને જીવીત કર્યો

એક ઘોર જંગલમાં એક ભીલ દંપતિ રહેતા હતા દંપતિ નિરંતર ભોળાનાથની અખંડ ભકિત એકાંતમાં રહીને કરતા હતા. નાની એવી ઝૂપડીમાં ભોળાનાથ મહાદેવની તપર્યા કરતા કરતા વર્ષોના વહાણા વાઈ ગયા.

એક સમયે દેવાધિદેવ મહાદેવને તેમની પરીક્ષા લેવાનું મન થયું. તેઓ એમની ઝૂપડીએ ગયા એ સમયે ભારે વરસાદ વરસતો હતો. વિજળીના કડાકા વાતાવરણને ભયભીત કરતા હતા. એ સમયે મહાદેવજીએ સન્‍યાસીનો વેશ લઈને ઝૂપડીએ આવી ભારે વરસાદમાં આશરો આપવા વિનંતી કરી.

ઝૂપડી તો નાની હતી. આમ છતા આ દંપતિ સન્‍યાસીને પગે લાગ્‍યા પધારો મહારાજ, એમ કહીને ઝૂપડીમાં તેમને આસન આપ્‍યું.

પછી રાત્રે એ દંપતિને ઝૂપડીમાં સુવા કહ્યુ અને આ સન્‍યાસી બહાર સુતા.

આવા સમયે મધ્‍યરાત્રીએ એક સિંહ ગર્જના કરતો આવ્‍યો અને ઝૂપડીમાંથી ભીલને ઉપાડી ગયો. સવારે જ્‍યારે ભીલ પત્‍નિને પોતાના મૃત પતિનું શરીર જોયુ.. ! અને તેણે પણ હવે મારે જીવીને શું કરવું ? પતિની ચિત્તા ખડકી, ભીલને પોતાના ખોળામાં લઈ ચિત્તા સાથે સતિ થવા તૈયાર થઈ. તેણે અગ્નિદાહ આપવા સન્‍યાસીને કહ્યું

... અને ત્‍યારે કરૂણાનિધાન સદાશિવ પ્રસન્‍ન થયા તેમણે મૂળ શિવસ્‍વરૂપે પ્રગટ થઈને ભકતજન ભીલને જીવીત કર્યો અને દંપતિને દર્શન આપ્‍યા.

મહાદેવજીને અતિ પ્રિય એવો શ્રાવણ માસ છે. દેવાધિદેવ હોવા છતા સૌથી ભોળા છે અને બહુ જલદીથી રીઝી જતા પ્રભુ છે.

ભગવાન સૂર્યનારાયણને જેમ નમસ્‍કાર પ્રિય છે તેમ સદાશિવ ભોળાનાથને જલધારા પ્રિય છે. ભાવપૂર્વક ભકતે કરેલો જળનો અભિષેક શિવને અતિપ્રિય છે.

શ્રધ્‍ધા અને ભકિતભાવથી કરેલા જલ અભિષેકનો મહિમા અપરંપાર છે.

ત્રિદલ બીલીપત્ર ચડાવવાથી મહાદેવજી અતિ પ્રસન્‍ન થાય છે. આ ઉપરાંત મહાદેવજીને ધતુરો અને કેવડો પણ ચડાવી શકાય છે.

ભકતજન પુરા શ્રધ્‍ધા-ભાવ સાથે મહાદેવજીની આરાધના કે ઉપાસના કરે અને પાવન પવિત્ર શ્રાવણ માસમાં પૂણ્‍ય કમાવાનો લ્‍હાવો પ્રાપ્‍ત કરે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(1:09 pm IST)