Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

યુનોએ ચેતવણી આપીઃ અલ કાયદા ભારતમાં ધડાકા કરી ભય ફેલાવવા માંગે છે

અલ કાયદાનું નવું સંગઠન કાર્યરત

જીનીવા : યુનોએ એક ખાસ રિપોર્ટમાં ભારતને ચેતવતા જણાવ્‍યું છે કે અલ કાયદા ભારતમાં વિસ્‍ફોટો કરી ભય સર્જવાની તૈયારીમાં છે.

જો કે ભારે કડક સુરક્ષાને લીધે આતંકીઓ  હજુ સુધી સફળ થયા નથી. યુનોની સુરક્ષા પરિષદની અલ કાયદા પ્રતિબંધ કમીટીને આ રીપોર્ટ સોંપાયો છે.

અલ કાયદાના નવા સંગઠન અલ કાયદા ઇન્‍ડીયન સબ કોન્‍ટીન્‍ટન્‍ટ કાર્યરત થયું છે.

અલ કાયદાના માર્યા ગયેલ સુપ્રીમો ઓસામા  બીન લાદેનનો પુત્ર હમઝાબીન લાદેન તથા અયમાન અલ જયાહિરી સહિતના અલ કાયદાના ટોચના આતંકી નેતાઓ હાલ અફઘાન-પાકિસ્‍તાનના સરહદી વિસ્‍તારમાં કાર્યરત હોવાનું પણ કહેવાયું છે.

(1:06 pm IST)