Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ આનંદીબેન પટેલને છત્તીસગઢના રાજ્‍યપાલનો વધારાનો ચાર્જ સોંપયો

નવી દિલ્‍હી તા. ૧૬ : ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલને મધ્‍ય પ્રદેશના રાજયપાલ હોવા છતા છત્તીસગઢના રાજયપાલનો વધારાનો ચાર્જ સોપાવામાં આવ્‍યો છે. મહત્‍વનું છે, કે છત્તીસગઢ, રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશના આવનાર વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીના ભાજપ સરકાર દ્વારા આનંદીબેનને છત્તીસગઢના રાજયપાલ તરીકેનો વધારો ચાર્જ સોપવામાં આવ્‍યો છે. આવનાર ચૂંટણીમાં ભાજપની પકડ મજબૂત રહે અને જંગી બહૂમતથી ભાજપ છત્તીસગઢમાં અને મધ્‍યપ્રદેશમાં સરકાર બનાવે તે માટે રાજયપાલ તરકેનો ચાર્જ સોપવામાં આવ્‍યો છે. આનંદીબેન પટેલને મધ્‍યપ્રદેશ તેમજ છત્તીસગઢના રાજયપાલ તરીકેનો વઘારાનો ચાર્જ સોપવા પાછળનું બીજી મહત્‍વનું કારણ નજીક આવી રહેલી લોકસભાની ચૂંટણીને પણ માનવામાં આવે છે.

 

(11:49 am IST)
  • આજથી ગુજરાતમાં વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે : અશોકભાઈ પટેલ : સૌરાષ્ટ્ર - કચ્છમાં ૧૭ થી ૨૦ મેઘરાજા ફરી વરસશે : બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત access_time 1:35 pm IST

  • મગફળીકાંડમાં પરેશ ધાનાણીની રાજકીય નૌટંકીઃ પ્રદિપસિંહજી : ગોડાઉનમાં પડેલી મગફળીની તપાસ નહિં : વેચાયા બાદ ફરીયાદ આવશે તો સરકાર સક્રિય : ગૃહમંત્રી : સરકાર પગલા લે જ છે, કૌભાંડમાં સંડોવાયેલા ચમરબંદીને પણ સરકાર નહિં છોડે : મગન ઝાલાવડીયાનો રોલ સ્‍પષ્‍ટ હતો તેથી પગલા લીધા જ છે : રાજકોટમાં પત્રકાર પરિષદમાં ગૃહમંત્રીશ્રીની જાહેરાત access_time 11:41 am IST

  • દેશભરમાંથી નેતાઓનો પ્રવાહ દિલ્હી ભણી અટલજીની તબિયત અંગે બુલેટીન જાહેર થવાની તૈયારીઃ કાનુનમંત્રી રવિશંકર પ્રસાદ સતત ઉપસ્થિતઃ મમતા બેનર્જી-શિવરાજસિંહ સહિત અનેક નેતા દિલ્હી દોડયાઃ અટલ બિહારી વાજપેયીની અત્યંત નાજુક સ્થિતિ access_time 1:36 pm IST