Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ર૦૧૯માં કયા મુદ્ વિપક્ષને ભીંસમાં લેશે અને કયા મુદ્‌ બચશે તેનો સંકેત આપ્‍યો

પ્રવચનમાં મોદીએ બિછાવી ચૂંટણી શતરંજ

નવી દિલ્‍હી તા. ૧૬ :.. પોતાના ભાષણમાં મોદીએ સંકેતો આપ્‍યા કે ર૦૧૯ માં કયા મુદ્‌્‌ે વિપક્ષોને ઘેરશે અને કયા મુદ્‌્‌ે બચવાનો પ્રયાસ કરશે. એવો સંકેત મળ્‍યો છે કે મોંઘવારી અને નોટબંધી પર ચર્ચાથી બચવાનો પ્રયત્‍ન ભાજપા કરશે. મોદીએ પોતાના ભાષણમાં સ્‍પષ્‍ટ કર્યુ છે કે તે ઇન્‍કમટેક્ષ ભરવાવાળાની સંખ્‍યા વધારાના આંકડા તો પેશ કરશે. પણ નોટબંધીનો ઉલ્લેખ કરવાનું ટાળશે. કેમ કે આ નિર્ણય પર પ્રશ્નો ઉભા થઇ શકે છે.

એવી જ હાલત મોંઘવારી બાબતે પણ છે કેમ કે ભાજપા પણ જાણે છે કે મોંઘવારી કોઇપણ સરકારના કાર્યકાળમાં ઘટવી તો દુર, સ્‍થિર રાખવી પણ અઘરી છે. બીજી બાજુ વડાપ્રધાને સંકેત આપ્‍યો છે કે ત્રણ તલાક મુદ્‌્‌ે આક્રમક રૂપે આગળ વધશે અને વિપક્ષોને ઘેરતા રહેશે. ભાષણમાં મોદીએ કહયું કે કેટલાક લોકો આ બીલને પસાર નથી થવા દેતા. હું દેશની પંડિત માતાઓ, બહેનો અને મુસ્‍લીમ બેટીઓના હકક માટે કંઇપણ કરવામાં કસર નહીં છોડું, ઓબીસી દલીત બાબતે મોદીએ કહયું કે બાબાસાહેબનું બંધારણ બધાને ન્‍યાય આપે છે. સંસદનું ચોમાસુ સત્ર સામાજીક ન્‍યાય માટે પ્રતિબધ્‍ધ હતું. વંશવાદ અને દિલ્‍હીની પારંપરિક રાજનીતિ ને લઇને વડાપ્રધાને ઘણીવાર ઇશારામાં હૂમલા કર્યા હતાં.

(11:37 am IST)