Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

લો-પ્રેશર સર્જાયુઃ ૨૧મી સુધીમાં ભારે વરસાદના સંજોગો

૧૭ થી ૧૯ દરમિયાન દક્ષિણ - મધ્‍ય ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી : મોટા ભાગના ગુજરાતને આવરી લેશેઃ અલગ અલગ વિસ્‍તારમાં હળવો-મધ્‍યમ-ભારેથી અતિ ભારે વરસાદ પડી જવા સંભાવના :ચોમાસુ ધરી નોર્મલ સ્‍થિતિએ પહોંચી જશેઃ ભેજનું પ્રમાણ પણ વધશેઃ ૨૧મી સુધીમાં રાજયના મોટા ભાગના વિસ્‍તારમાં વરસાદનો સારો રાઉન્‍ડ આવી જશેઃ રાજયના અલગ અલગ વિસ્‍તારોમાં હળવો મધ્‍યમ તો કયાંક ભારે વરસાદની સંભાવનાઃ ૧૭ થી ૧૯ વચ્‍ચે ભારે વરસાદની આગાહી

રાજકોટઃ તા.૧૫, વેધર એકસપર્ટ ગ્રુપ દ્વારા જણાવાયું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર મજબુત બની વેલ માર્કેડ લો પ્રેસરમાં ફેરવાયું છે. જે હાલ ૧૮.૮૬,એન તા.૮૬.૫૧ઇ પર કેન્‍દ્રિત છે.૩૬ કલાક માં વધુ મજબુત થઇ ને ડીપ્રેશનમાં ફેરવાય તેવી શક્‍યતા છે.

જયારે તા.૧૮ માં બી.ઓ.બીમાં બીજી સીસ્‍ટમ આકાર પામશે. ચોમાસું ધરી નોર્મલ સ્‍થિતિમાં આવશે. ૩.૧ કી.મી લેવલના યોગ્‍ય પવનોથી ભેજનું પ્રમાણ ઉંચું જશે.  અલગ અલગ પરીબળોની સંયુકત અસર થી તા.૧૫ થી તા.૨૧ દરમ્‍યાન રાજયના મોટા ભાગ ના વિસ્‍તારોમાં વરસાદ નો સારો રાઉન્‍ડ આવી જશે. જ તેવા નિર્દેશો મળે છે.

સીસ્‍ટમ્‍સ પુર્વ બાજુ થી આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં તેમજ એમ.પી.રાજસ્‍થાન લાગુ ગુજરાતના વિસ્‍તારોમાં વરસાદ ની શરુઆત થશે.

રાજયના અલગ અલગ વિસ્‍તારોમાં અલગ અલગ દિવસે હળવો. મધ્‍યમ ભારે વરસાદ વરસાદ પડશે કંયાક તેથી પણ વધુ, એકંદરે સારો કહી શકાય તેવો સેકન્‍ડ રાઉન્‍ડ આવશે. 

સૌરાષ્ટ્રમાં હળવો મધ્‍યમ, કયાંક ભારે વરસાદ પડવાની શક્‍યતા છે. દરિયા કાંઠાના  વિસ્‍તારોમાં તેથી વધુ શક્‍યતા છે.  ઉતર ગુજરાતમાં હળવો મધ્‍યમ તો કંયાક ભારે વરસાદની શક્‍યતા છે એકંદરે સારો વરસાદ પડી જશે. 

દક્ષિણ મધ્‍ય-પુર્વ ગુજરાતમાં મધ્‍યમ ભારે તો કયાંક તેથી વધુ વરસાદ પડવાની  શક્‍યતા છે.

ટુંકમાં રાજયના મોટા ભાગના વિસ્‍તારમાં સારો વરસાદ પડી જશે. હજુ પણ અમેરીકન મોડેલ અને યુરોપીયન મોડેલ વચ્‍ચે વરસાદ અને સિસ્‍ટમ્‍સ અંગે મતમતાંન્‍તર છે. 

હવામાન વિભાગે આગામી તા. ૧૭થી ૧૯ ઓગસ્‍ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્‍ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્‍તારોમાં ભારે વરસાદની આગાહી વ્‍યક્‍ત કરી છે. હવામાન વિભાગના જણાવ્‍યા પ્રમાણે આ ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ, મધ્‍ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે. નોંધનીય છે કે આ વર્ષે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ નહીં વરસતા લોકો હવે હવામાન વિભાગની મજાક ઉડાવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ ન પડતાં લોકો આવી આગાહીને ગંભીરતાથી નથી લઈ રહ્યા. ૧૩મી ઓગસ્‍ટના રોજ પણ હવામાન વિભાગે બે દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં વરસાદની આગાહી વ્‍યક્‍ત કરી હતી, પરંતુ આ વિસ્‍તારોમાં ક્‍યાંક વરસાદ નોંધાયો નથી.

ગુજરાતમાં વરસાદ તેમજ વાવણીની શરૂઆત મોડી થઈ હતી. વાવણી પછી દક્ષિણ ગુજરાતને બાદ કરતા મોટા ભાગના વિસ્‍તારોમાં વરસાદનો બીજો રાઉન્‍ડ શરૂ થયો નથી. એવામાં ખેડૂતોને પોતાનો પાક નિષ્‍ફળ જવાનો ડર સતાવી રહ્યો છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત મોડી થઈ હતી એટલું જ નહીં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદથી અનેક ગામડાઓ જળબંબાકાર થઈ ગયા હતા, જેના કારણે ખેડૂતોની જમીનનું ધોવણ થયું હતું. એવામાં હવે વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

અત્‍યાર સુધી ગુજરાતમાં સરેરાશ ૫૬ ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના કોઈ પણ વિસ્‍તારમાં નોંધપાત્ર વરસાદ નથી પડ્‍યો. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો કચ્‍છ વિસ્‍તારમાં અત્‍યાર સુધી સરેરાશ ૧૨ ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં અત્‍યાર સુધી ૨૯ ટકા જેટલો વરસાદ પડ્‍યો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં સરેરાશ ૬૦ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જયારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં અત્‍યાર સુધી સરેરાશ સૌથી વધારે ૭૮ ટકા વરસાદ નોંધાયો છે.

આખા રાજયની વાત કરવામાં આવે તો સરેરાશ ૪૬૪ મિલીમીટર વરસાદ નોંધાયો છે. મહિના પ્રમાણે વાત કરવામાં આવે તો જૂન ૨૦૧૮ દરમિયાન સરેરાશ ૬૮ મિલીમીટર, જુલાઈ ૨૦૧૮ દરમિયાન ૩૮૩ મિલીમીટર અને ઓગસ્‍ટ (૧૩ ઓગસ્‍ટ સુધી)માં ૧૪ મિલીમીટર સરેરાશ વરસાદ નોંધાયો છે.

(6:01 pm IST)