Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મુંબઇ હવામાન ખાતાના હેવાલ મુજબ આ અઠવાડીયાથી મહારાષ્‍ટ્રમાં નૈઋત્‍યનું ચોમાસુ ફરી સક્રિય થશે

 પ્રヘમિ બંગાળ અને ઓડીશા પર સર્જાયેલા લો પ્રેસર સિસ્‍ટમ્‍સ મધ્‍ય ભારત તરફ આગળ વધશે અને તેના પગલે મહારાષ્‍ટ્રમાં વરસાદી દૌર જોર પકડશે તેવુ અનુમાન છેઃ દેશમાં મધ્‍ય, પ્રヘમિ અને દક્ષિણ વિસ્‍તારોમાં ફરી વરસાદી માહોલ સાથે ચોમાસુ જમાવટ લેશે તેવી પુરી શકયતા સર્જાયેલ છે.  જયારે મુંબઇમાં મંગળવારથી વરસાદનું જોર ઓછુ થશે પરંતુ કોંકણ અને મધ્‍ય મહારાષ્‍ટ્રમાં આ અઠવાડીયામાં ભારે વરસાદ ચાલુ રહેશે. લો પ્રેસર સીસ્‍ટમ્‍સ હવે  વધુ મજબુત બની ડીપ્રેસનમાં ફેરવાતા મધ્‍ય મહારાષ્‍ટ્ર અને કોંકણમાં ૧૮ ઓગષ્‍ટ સુધી વ્‍યાપક વરસાદ પડશે તેમ મુંબઇની હવામાન ઓફિસના સીનીયર હવામાન શાષાીએ જણાવ્‍યું છે.

(11:13 am IST)