Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ભારતના પ્રથમ વનડે સુકાની અજિત વાડેકરનું નિધન :77 વર્ષની વયે મુંબઈના જસલોકમાં અંતિમ શ્વાસ લીધા ;ખેલજગતમાં ઘેરો શોક :વડાપ્રધાને ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પી

મુંબઈ :ભારતના પ્રથમ વનડે સુકાની અજિત વાડેકરનું 77 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે આજે સાંજે મુંબઈની જશલોક હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા વાડેકરના નિધનથી ખેલજગતમાં ઘેરો શોક છવાયો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને વાડેકરના નિધનથી દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પી છે

   અજિત વાડેકર ટીમ ઇન્ડિયાના મહાન સુકાનીઓમાં ગણનાપાત્ર પૈકીના એક હતા તેઓની સુકાનીપદ હેઠળ ભારતે પહેલીવાર ઇંગ્લેન્ડને હરાવ્યું હતું

 વાડેકર ઘણા સમયથી બિમાર હતા. અજીત વાડેકરનો જન્મ 1 એપ્રિલ 1941માં મુંબઈમાં થયો હતો. વાડેકરે 1966થી 1974 સુધી દેશ માટે ક્રિકેટ રમ્યા હતા. તેમણે પોતાના પ્રથમ શ્રેણીના ક્રિકેટની શરૂઆત 1958માં કરી હતી, જ્યારે આંતરરાષ્ટ્રીય કેરિયરની શરૂઆત 1966માં કરી હતી.   1971માં અજીત વાડેકરની આગેવાનીમાં ભારતે ઈંગ્લેન્ડમાં પોતાની પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતી. 3 ટેસ્ટ મેચની શ્રેણી ભારતે 1-0થી જીતી હતી. 

 

(12:00 am IST)