Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

દાદરા નગર હવેલી પોલીસ ટીમ ઉપર મધ્યપ્રદેશમાં હુમલો :મહિલા પીએસઆઇ સહીત ચારનેગંભીર ઇજા

ભાગી ગયેલ યુવક-યુવતી બાબતે ખોટી માહિતી આપીને પોલીસને બીજા સ્થળે બોલાવીને ઘાતકી હુમલો કર્યો :પોલીસની બીજી ટીમ એમપી રવાના

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પોલીસની ટીમ પર મધ્યપ્રદેશમાં હુમલો થયો છે જેમાં મહિલા પીએસઆઇ સહિત ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી છે

   આ અંગેની વિગત મુજબ મધ્યપ્રદેશનો એક યુવક સેલવાસની યુવતીને ભગાડીને લઈ ગયો હતો. જેની તપાસ માટે સેલવાસ પોલીસ મધ્યપ્રદેશ ગઈ હતી. જ્યાં તેમની પોલીસ ટીમ પર હુમલો થયો. જેમાં મહિલા પી.એસ.આઇ દીપીકા ભગત, 1 કોન્સ્ટેબલ અને અન્ય 2 લોકોને ગંભીર ઇજા થઈ સારવાર માટ ગ્વાલિયરની હોસ્પિટલમાં ખસેડાયા.

   ઘટનાને લઈ સેલવાસ પોલીસની ટીમ મધ્યપ્રદેશ રવાના થઈ છે. પોલીસની ટીમ સાથે યુવતીના પિતા પણ ગયા હતા. ભાગી ગયેલા યુવક-યુવતી જ્યાં હતાં તે ગામના લોકોએ બદઈરાદાથી ખોટી માહિતી આપી હતી. અને પોલીસને બીજા સ્થળ પર બોલાવીને ઘાતક હુમલો કર્યો હતો. સમય સુચકતા વાપરી એક મહિલા પોલીસે મધ્યપ્રદેશના એક પોલીસના મોબાઈલ પરથી ખેરડી ગામમાં પોતાના પતિને ફોન કર્યા હતો. ત્યારે નેતા મોહન ડેલકરે એસપીને જાણ કરતાં પોલીસની બીજી ટીમને મધ્યપ્રદેશ રવાના કરાઈ હતી.

(12:00 am IST)