Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

અફઘાનિસ્તાનમાં બે ચોકીઓ પર તાલિબાની હુમલો :30 સૈનિકો અને પોલીસકર્મીના મોત

બગલાન-એ-મરકજીમાં મોડી રાત્રે આતંકીઓએ ચોકીઓમાં આગ લગાવી દીધી

 

ઉત્તર અફઘાનિસ્તાનમાં બે ચોકીઓ પર તાલિબાની હુમલો થયો હતો.જેમાં ઓછામાં ઓછા 30 સૈનિકો અને પોલીસ કર્મચારીઓના મોત થયા હતા.

  અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઉત્તરી બગલાન પ્રાન્તમાં પ્રાંતિય પરિષદના પ્રમુખ મોહમ્મદ સફદર મોહસેનીએ જણાવ્યું કે, બગલાન-એ-મરકજીમાં મોડી રાત્રે આતંકીઓએ ચોકીઓમાં આગ લગાવી દીધી હતી. બગલાનથી સાંસદ દિલાવર અયમાકે હુમલાની પુષ્ટી કરી હતી. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુઝાહિદને હુમલાની જવાબદારી લીધી છે.

  પ્રાંતિય ગર્વનરના પ્રવક્તા આરિફ નૂરીએ કહ્યું કે, તાજેતરમાં 35 નાગરિકો માર્યા ગયા બાદ જનજીવન સામાન્ય થઇ રહ્યું હતું. જોકે, શહેરમાં હજુ પણ ઘાયલ લોકો આવી રહ્યા છે. દક્ષિણ જાબુલ પ્રાન્તમા આજે એક પોલીસ ચોકી પર તાલિબાની હુમલામાં ચાર પોલીસ કર્મચારીઓના મોત થયા છે. હુમલામાં ત્રણ અન્ય અધિકારી ઘાયલ થયા હતા. સુરક્ષા દળો અને તાલિબાન વચ્ચે સંઘર્ષમાં સાત હુમલાખોર માર્યા હતા અને પાંચ અન્ય ઇજાગ્રસ્ત થયા હતા.

(12:44 am IST)
  • અટલજીને જોવા એમ્‍સ કોણ કોણ પહોંચ્‍યા...? : ઉપરાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ , સ્‍પીકર સુમિત્રા મહાજન , વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી , અડવાણી , અમિત શાહ, મનમોહનસિંહ , મોટાભાગના કેન્‍દ્રીય પ્રધાનો , રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ , નીતિશ કુમાર , યોગી આદિત્‍યનાથ , ફારૂક અબ્‍દુલ્લા access_time 5:16 pm IST

  • આજથી ગુજરાતમાં વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે : અશોકભાઈ પટેલ : સૌરાષ્ટ્ર - કચ્છમાં ૧૭ થી ૨૦ મેઘરાજા ફરી વરસશે : બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત access_time 1:35 pm IST

  • કેરળના ઈતિહાસમાં પ્રથમ વખત કુંથીપુઝા બ્રીજ ડૂબી ગયોઃ સુપ્રસિદ્ધ પ્રવાસન સ્‍થળ મુન્નાર-શબરીમાલા કટ-ઓફઃ મલ્લપુરમમાં બે બનાવમાં : ૧૨ લોકો જીવતા દટાયા access_time 12:14 pm IST