Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

યુરોપમાં ભયાનક પુરથી હાહાકાર :મૃત્યુઆંક વધીને ૧૧૦ થયો : જર્મની અને બેલ્જિયમમાં હજારો લોકો લાપતા

કેટલાય હાઈવે બંધ :વાહન-વ્યવહાર ખોરવાઈ જતાં અસંખ્ય લોકો અધવચ્ચે ફસાયા

પશ્વિમ યુરોપમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી. બે મહિનામાં જે વરસાદ પડે તે માત્ર બે દિવસમાં જ ખાબકી જતાં જર્મની અને બેલ્જિયમની સરહદે હાહાકાર મચી ગયો હતો. કેટલાય હાઈવે બંધ થઈ ગયા હતા. વાહન-વ્યવહાર ખોરવાઈ જતાં અસંખ્ય લોકો અધવચ્ચે ફસાઈ ગયા હતા.

જર્મનીના બે રાજ્યો - રાઈનલેન્ડ પેલેટીનેટ અને ઉત્તર રાઈન વેસ્ટફેલિયામાં પૂરપ્રકોપથી હાહાકાર મચી ગયો હતો. આ બે રાજ્યોમાં જ ૯૦ કરતાં વધુ લોકોનાં મોત થયા હતા. પશ્વિમ યુરોપમાં પૂરના તાંડવથી કુલ મૃત્યુ આંક વધીને ૧૧૦ને પાર પહોંચી ગયો હતો. જર્મની અને બેલ્જિયમમાં અસંખ્ય લોકો હજુય લાપતા છે.

(12:39 am IST)