Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

જો હેર કટિંગ સલૂન ફરીથી ખુલ્લા મુકવાની મંજૂરી આપી શકાતી હોય તો ' સ્પા ' ને શા માટે નહીં ? : સ્પા ના વ્યવસાય સાથે અનેક લોકો જોડાયેલા છે તેમને ફરીથી વ્યવસાય શરૂ કરવા મંજૂરી આપો : દિલ્હી હાઇકોર્ટમાં કરાયેલી પિટિશન મામલે જસ્ટિસ સુશ્રી રેખા પલ્લીએ રાજ્ય સરકારને જવાબ આપવા એક સપ્તાહનો સમય આપ્યો

ન્યુદિલ્હી : કોવિદ -19 ની બીજી લહેરનો કહેર ઓછો થતા દિલ્હી સરકારે અનેક વ્યવસાયો ફરીથી ખુલ્લા મુકવા મંજૂરી આપી છે. પરંતુ  ' સ્પા ' નો વ્યવસાય ફરીથી શરૂ કરવાની હજુ સુધી મંજૂરી આપી નથી
.
આથી દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે.જેમાં જણાવાયું છે કે જો હેર કટિંગ સલૂન ફરીથી ખુલ્લા મુકવાની મંજૂરી આપી શકાતી હોય તો ' સ્પા ' ને શા માટે નહીં ? .

પિટિશનમાં વિશેષમાં જણાવાયા મુજબ આ વ્યવસાય સાથે અનેક લોકો જોડાયેલા છે. જેઓની રોજી રોટી અટકી ગઈ છે.

સુનાવણી દરમિયાન હાઇકોર્ટ જજ સુશ્રી રેખા પલ્લીએ રાજ્ય સરકારને આ અંગે વિચારણા કરવા અને નિર્ણય લેવા એક સપ્તાહનો સમય આપ્યો છે.
આગામી સુનાવણી 20 જુલાઈ ઉપર રાખવામાં આવી છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:29 pm IST)