Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

માતા પિતાની આર્થિક હાલત નબળી હોય તેથી બેન્ક એજ્યુકેશન લોન આપવાનો ઇન્કાર કરી શકે નહીં : એજ્યુકેશન લોનનો મતલબ જ તેજસ્વી છાત્રોનો અભ્યાસ નાણાંના અભાવે અટકે નહીં તે જોવાનો છે : આયુર્વેદ મેડિસિન એન્ડ સર્જરીની છાત્રાએ માંગેલી 7.50 લાખ રૂપિયાની લોન મંજુર કરવાનો બેન્કને કેરળ હાઇકોર્ટનો હુકમ

કેરળ : કેરળ હાઇકોર્ટે તાજેતરમાં આપેલા એક ચુકાદામાં જણાવ્યું છે કે માતા પિતાની આર્થિક હાલત નબળી હોય તેથી બેન્ક એજ્યુકેશન લોન આપવાનો ઇન્કાર કરી શકે નહીં . એજ્યુકેશન લોનનો મતલબ જ તેજસ્વી છાત્રોનો અભ્યાસ નાણાંના અભાવે અટકે નહીં તે જોવાનો છે. એટલું જ નહીં આ લોન કોઈપણ પ્રકારની જામીનગીરી લીધા વિના આપવાની હોય છે.

આયુર્વેદ મેડિસિન એન્ડ સર્જરીની છાત્રાએ પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી 7.50 લાખ રૂપિયાની લોન મંજુર કરવા બેંકમાં અરજી કરી હતી. તેના પિતાને છૂટક વ્યવસાય હતો. જે કોરોના સંજોગોમાં બંધ થઇ જતા આર્થિક પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી.તેથી તેણે બેંકમાં એજ્યુકેશન લોન લેવા અરજી કરી હતી. પરંતુ પિતાની આવક ઓછી હોવાથી બેંકે એજ્યુકેશન લોન આપવાનો ઇન્કાર કર્યો હતો.આથી યુવતીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેના અનુસંધાને નામદાર કોર્ટે યુવતીની લોન મંજુર કરવા ચુકાદો આપ્યો હતો.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:39 pm IST)