Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

પ્રગતિ માટે શિક્ષણ પહેલી સીડી, સરકારી યોજનાઓ દ્વારા આગળ વધવાનો પ્રયાસ જરૂરી : મંગુભાઇ

મધ્યપ્રદેશના બીજાસન વિસ્તારમાં લોકસંવાદ કરતા રાજ્યપાલ

રાજકોટ,તા. ૧૬ : મધ્યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલએ શિક્ષણને પ્રગતિ માટેની પહેલી સીડી ગણાવી સરકારી યોજનાઓના માધ્યમથી આગળ વધવા લોકોને અનુરોધ કર્યો છે.

રાજ્યપાલ શ્રી મંગુભાઇએ મધ્યપ્રદેશના બીજાસન શહેરી ક્ષેત્રમાં લોકો સાથે સંવાદ અને શાળાની વિદ્યાર્થીનીઓને અભ્યાસમાં ઉપયોગી સામગ્રી વિતરણ પ્રસંગે જણાવેલ કે શિક્ષણે પ્રગતિની પહેલી સીડી છે. શિક્ષણનો પ્રભાવ વ્યકિતના દ્રષ્ટિકોણ અને રહેણીકરણીમાં બદલાવ લાવે છે. કન્યાઓના શિક્ષણ પર વધુ ધ્યાન આપવું જોઇએ. સરકારી યોજનાઓનો લાભ લઇ લોકોએ પ્રગતિના માર્ગે આગળ વધવુ જોઇએ.

શ્રી મંગુભાઇએ કોરોના કાળમાં 'જાન હૈ તો જહાન હૈ' તે નરેન્દ્રભાઇ મોદીના સુત્રને યાદ કરી ગાઇડલાઇન આપવા લોકોને અનુરોધ કર્યો હતો.

(3:14 pm IST)