Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ધાર્મિક ભાવનાઓ પછી, જીવવાનો અધિકાર સૌથી ઉપર

કાવડ યાત્રા પર સુપ્રીમ કોર્ટની ચેતવણી : યોગી સરકાર કાવડયાત્રાની મંજુરી આપે નહિ

નવી દિલ્હી તા. ૧૬ : કોરોના સંકટની વચ્ચે કાવડ યાત્રાને લઇને સસ્પેન્સ છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આ મુદ્દા પર શુક્રવારના સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. યુપી સરકાર પ્રમાણે પ્રદેશમાં કાવડ યાત્રા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ નથી, સાંકેતિક રીતે કાવડ યાત્રા ચાલું રહેશે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફરીથી વિચાર કરવાની વાત કહી છે. હવે આ મામલે સોમવારના સુનાવણી થશે. યુપી સરકારે એકવાર ફરી સોમવારના પોતાનો જવાબ આપવાનો રહેશે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, આ તમામ માટે ઘણો મહત્વનો વિષય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈપણ વ્યકિતનું જીવન સૌથી મહત્વનું છે. ધાર્મિક અને અન્ય ભાવનાઓ મૌલિક અધિકાર આધીન જ છે.સુપ્રીમ કોર્ટમાં દાખલ એફિડેવિટમાં યુપી સરકારે કહ્યું છે કે કાવડ યાત્રા સાંકેતિક રીતે ચલાવવામાં આવશે. સાથે જ સરકાર દ્વારા આને લઈને ગાઈડલાઈન્સ બનાવવામાં આવી શકે છે.

તો અદાલતમાં કેન્દ્ર સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે રાજય સરકારે પ્રોટોકોલ હેઠળ યોગ્ય નિર્ણય લેવો જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી ચુકી છે. કેન્દ્ર તરફથી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાવડ યાત્રાને ઉત્તરાખંડ જવાની પરવાનગી ના આપવી જોઇએ. જો કે ગંગાજળને એવી જગ્યાએ ઉપલબ્ધ કરવું જોઇએ જેથી કાવડીયાઓ નજીકના શિવ મંદીરની પૂજા કરી શકે.

ઉલ્લેખનીય છે કે કોરોના સંકટને જોતા આ વખતે ઉત્તરાખંડ સરકારે કાવડ યાત્રા પર રોક લગાવી દીધી. જો કે ઉત્ત્।ર પ્રદેશ દ્વારા પૂર્ણ રીતે પ્રતિબંધ નહોતો લગાવવામાં આવ્યો. આવામાં સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે સુઓમોટો લેવામાં આવી હતી. એકસપર્ટ દ્વારા સતત ચેતવણી આપવામાં આવી રહી છે કે કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે. પહાડી વિસ્તારોમાં ઉમટેલી ભીડ પર પણ સરકાર તરફથી ચિંતા વ્યકત કરવામાં આવી છે. આવામાં કાવડ યાત્રાને લઇે અનેક પ્રકારના પ્રશ્ન ઉભા કરવામાં આવી રહ્યા હતા.

(3:12 pm IST)