Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

માઉન્ટ આબુમાં ભરબપોરે હજારો ચામાચીડીયા ઉડ્યા...!

માઉન્ટઆબુ : પર્વતીય પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં ગુરૂવારે હજારો ચામાચીડીયા ઉડતા દેખાયા હતા. મોટી સંખ્યામાં ઉડી રહેલા ચામાચીડીયા લોકો માટે કુતૂહલનો વિષય બન્યા હતા સામાન્ય રીતે ચામાચીડીયા દિવસ દરમ્યાન, વૃક્ષો, પર્વતની ગુફાઓ અને ખંડેરોમાં લટકતા જોવા મળે છે. તે રાત્રે જ ઉડતા જોવા મળે છે. પણ ગુરૂવારે ભર બપોરે શહેરના આકાશમાં ઉડતા હજારો  ચામાચીડીયાઓને જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

(2:33 pm IST)