Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

પાકિસ્તાન સરહદે તાલિબાનીઓને લોટરી લાગી : ૩૦૦ કરોડનો જથ્થો મળી આવ્યો

આટલી મોટી રકમ મેળવીને તાલિબાનીઓને તો મજા પડી ગઇ હતી

નવી દિલ્હી,તા. ૧૬: પાકિસ્તાન સરહદ નજીકની એક ચોકી તાલિબાનના આતંકવાદીઓએ કબજે કરી લીધી હતી. એ વખતે તાલિબાનને જાણે લોટરી લાગી હતી. ચોકીનો કબજો કરવા તાલિબાનના આતંકીઓ ત્યાં પહોંચ્યા તો ત્યાં ૩૦૦ કરોડ પાકિસ્તાની રૂપિયા એટલે કે અંદાજે ત્રણ કરોડ રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો.તાલિબાની પ્રવકતા ઝબીઉલ્લાહ મુઝાહિદે એક નિવેદન આપીને પાકિસ્તાન સરહદ નજીકની ચોકીમાંથી તાલિબાનીઓને ૩૦૦ કરોડ રૂપિયા મળ્યા હોવાની વાત કબૂલ્યાનું પાક. મીડિયામાં કહેવાયું હતું. કંધાર જિલ્લાના બોલ્ડાકમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર છે અને ત્યાં અફઘાનિસ્તાન સૈન્યની ચોકી આવેલી છે.

એ ચોકી ઉપર તાલિબાની આતંકવાદીઓએ કબજો જમાવી લીધો હતો. તાલિબાનીઓને આવતા જોઈને અફઘાન સૈનિકો નાસી ગયા હતા. તાલિબાની આતંકવાદીઓએ ચેક પોસ્ટનો કબજો લીધો ત્યારે તેના આશ્વર્યનો પાર રહ્યો ન હતો. જાણે લોટરી લાગી હોય એમ એ ચોકીમાં ૩૦૦ અબજ પાકિસ્તાની રૂપિયાનો ઢગલો પડયો હતો. અંદાજે ૩૦૦ કરોડ રૂપિયા તાલિબાનીઓને મળી ગયા હતા. આટલી મોટી રકમ મેળવીને તાલિબાનીઓને તો મજા પડી ગઈ હતી.

પાકિસ્તાની મીડિયા અહેવાલો પ્રમાણે આ રોકડ રકમ કોઈ સ્મલગરોની હોવાની શકયતા છે. અફઘાન સૈનિકો સાથે સાંઠગાંઠ કરીને ડ્રગ્સના સ્મગલરોએ ડ્રગ્સનો જથ્થો ઘૂસાડવાના બદલામાં આ રકમ આપી હશે. સૈનિકો જીવ બચાવીને ભાગ્યા હોવાથી આવડી મોટી રકમ લેવાનો સમય બચ્યો ન હોવાથી ૩૦૦ કરોડ રૂપિયા ત્યાં જ રહેવા દીધા હતા. તાલિબાનીઓને તો જાણે લોટરી લાગી ગઈ હતી.

દરમિયાન તાલિબાની આતંકવાદીઓનો ખૌફ આખા અફઘાનિસ્તાનમાં ફેલાવા લાગ્યો છે. તેના કબજા હેઠળના જિલ્લાઓમાં તો તાલિબાની આતંકવાદીઓએ નવા નવા ફરમાનો છોડયા છે. ઉત્ત્।ર અફદ્યાનિસ્તાનના જિલ્લાઓ કબજે કર્યા પછી તાલિબાને નવા ફરમાનો છોડયા છે. એ પ્રમાણે એ જિલ્લામાં કોઈ જ મહિલા એકલી બહાર નીકળી શકશે નહીં. મહિલાઓ પતિ, ભાઈ કે પિતા સાથે જ બહાર નીકળી શકશે. તે ઉપરાંત પુરુષોએ લાંબી દાઢી રાખવી ફરજિયાત છે. પુરુષો સ્મોકિંગ કરશે તો તેને દંડ થશે એવું પણ નવા તાલિબાની ફરમાનમાં કહેવાયું હતું.

(2:31 pm IST)