Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

દુબઇમાં ટુરીસ્ટોનો રાફડો ફાટયો

વિશ્વનું સૌથી સલામત ટુરીસ્ટ પ્લેસ બન્યું છેઃ ક્રાઉન પ્રિન્સની જાહેરાત

દૂબઇઃ યુરોપીયન દેશો સહિતના સ્થળોએથી હજારો-લાખો ટુરીસ્ટો દૂબઇમાં ઉતરી પડયાના અહેવાલો મળે છે. આ સિવાઇ આજુબાજુના સાઉદી અરેબીયા, કૂવૈત અને બીજા અરબ રાષ્ટ્રોમાંથી હજારો મુસાફરો દૂબઇમાં ઠલવાયા છે...આવી રહ્યા છે. એવું કારણ દર્શાવાય છે.કે અરબ દેશોમાં સાત દિવસની રજાઓ આવે છે તેના લીધે ટુરીસ્ટ સંખ્યા ખુબ વધી ગઇ છે. જો કે આટલો મોટો મુસાફરોનો ધસારો દૂબઇ-યુએઇમાં કોરાનાની નવી લહેર ફેલાવે નહિ તો સારૃં તેવી ચિંતા પણ વ્યકત થઇ રહી છે. છેલ્લા ૧૧ મહિનામાં કોવિદનો ચારેકોર કેર હોવા છતાં ૩૭ લાખ ટુરીસ્ટોએ દૂબઇની મુલાકાત લીધાનું હિન્દુસ્તાન ટાઇમ્સ નોંધે છે. દૂબઇ એરપોર્ટનું ટર્મિનલ વન પણ ૧પ મહિના પછી ૭ જુલાઇથી ખુલી ગયું છે આ પહેલા કોવિદ મહામારી વચ્ચે ટર્મીનલ ર અને ૩ ઉપરથી ફલાઇટો આવ-જા કરતી હતી. છેલ્લા પાંચ મહિનામાં લગભગ ર૦ લાખ ટુરિસ્ટો આવ્યા છે.

દૂબઇના ક્રાઉન પ્રિન્સ અને દૂબઇની એકઝીકયુટીવ કાઉન્સીલના ચેરમેન શેખ હમદાન બીન મોહમ્મદ બીન રસીદ અલ મકતુમે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારો હાલની સ્થિતિમાં પડકારૂપ સ્થિતિમાંથી પસાર થઇ રહી છે. તેમ છતાં નવા ડાટા મુજબ દૂબઇનું ટુરીઝમ ફરી ગતી પકડી રહ્યું છે. તેમણે કહયું કે દૂબઇ દ્વારા આકરા સાવચેતીના  પગલાઓનો સફળ અમલ કરાવા સાથે ટ્રાવેલર્સો માટે દૂબઇ વિશ્વનું સૌથી સલામત ટુરીસ્ટ પ્લેસ               બન્યું છે.

(2:29 pm IST)