Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

વાહનોના વેચાણમાં થયો વધારોઃ ઈલેકિટ્રક ટુ વ્હીલરની વધી માંગ

જૂનમાં ૧૦,૫૫,૭૭૭ ટુ વ્હીલરનું વેચાણ, આ મહિને ૧,૦૯૧ ઈલેકટ્રીક ટુ વ્હીલરનું વેચાણ થયું

નવી દિલ્હી, તા ૧૬:કોરોનાની બીજી લહેરની વચ્ચે જૂન માસમાં  દેશમાં વાહનોના વેચાણમાં વધારો થયો છે. આ વર્ષે જૂન માસમાં ૨,૩૧,૬૩૩ યાત્રી વાહનોનું વેંચાણ થયું જે જૂન ૨૦૧૯માં વેચાયેલા ૨,૦૯,૫૨૨ વાહનોથી ૧૦ ટકા વધુ છે. ગત વર્ષે જૂનમાં લોકડાઉનના કારણે વેંચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. અને આ મહિનામાં ૧,૦૫,૬૧૭ વાહનોનું વેંચાણ થયું.

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચરર્સ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જૂનમાં દેશમાં યાત્રી વાહનો, થ્રી વ્હીલર અને ટુ વ્હીલરના વેંચાણમાં વધારો જોવા મળ્યો છે. અને કવાડ્રિ સાઇકલ શ્રેણીમાં કુલ ૧૨,૯૬,૮૦૭ વાહનોનું વેંચાણ થયું, જયારે ગત વર્ષે જૂનમાં આ આંકડા ૧૧,૩૦,૭૪૪ હતા.  જો કે જૂન ૨૦૧૯માં ૧૯,૧૦,૯૬૯ વાહનોનું વેંચાણ થયું હતું. ગત મહિને કરીનું થ્રી વ્હીલરનું વેંચાણ ઘટીને ૯,૩૯૭ થઇ ગયું, જે ગયા વર્ષે આ સમયગાળામાં ૧૦,૩૦૦નું વેંચાણ થયું હતું.સિયામના મહાનિદેશક રાજેશ મેનને જણાવ્યું કે, મહામારીના કારણે પ્રથમ ત્રણ માસ લગાવાયેલા  રાષ્ટ્ર વ્યાપી લોકડાઉનના કારણે વાહનોનું વેંચાણમાં ઘટાડો આવ્યો હતો. જો કે આ વર્ષે જૂનમાં વેંચાણમાં કેટલાક અંશે સુધારો જોવા મળી રહ્યો છે.

પ્રથમ ત્રણ માસમાં તમામ શ્રેણીમાં વાહનોનું વેંચાણ વધીને ૩૧,૮૦,૦૩૯ થઇ ગયું છે. જે ગયા વર્ષે એપ્રિલ જૂન માસમાં ૧૪,૯૨,૬૧૨ હતું. એપ્રિલથી જૂન માસમાં ૧,૦૫,૮૦૦ વાહનો વેંચાયા છે.જૂનમાં ૧૦,૫૫,૭૭૭ ટૂ વિહલર વાહનોનું વેંચાણ થયું છે. જેમાં આ મહિને ૧,૦૯૧ ઇલેકિટ્રક ટૂ વિહલર છે., દેશમાં ૭,૭૭,૧૦૦ મોટર સાઇકલ અને ૨,૪૧,૬૮૯ સ્કૂટરોનું વેંચાણ થયું છે, જયારે જૂન ૨૦૨૦માં કુલ ૧૦,૧૪,૮૨૭ ટૂ વિહલરનું વેંચાણ થયું હતું.(૩૦.૧૧)

એપ્રિલ જૂનમાં વાહનોનું કેટલું થયું વેંચાણ

૬,૪૬,૨૭૨ યાત્રી વાહનોનું વેંચાણ

૧,૦૫,૮૦૦ વાણિજ્યિક વાહનોનું વેંચાણ

 ૨૪,૩૭૬ થ્રિ  વ્હીલરનું વેંચાણ

 ૨૪,૦૩,૫૯૧ ટૂ વ્હીલર વેંચાયા

(2:27 pm IST)