Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

માતાના ગર્ભમાંથી નીકળ્યું ૩ માથાવાળું બાળકઃ બ્રહ્માનો અવતાર માની દર્શન કરવા ઉમટી ભીડ

બાળકને જોઈને દાયણ ચીસ પાડી ઊઠીઃ બ્રહ્માનો અવતાર માની સમગ્ર પંથકના લોકો કરી રહ્યા છે પૂજા

લખનૌ,તા. ૧૬: દુનિયામાં આશ્ચર્યમાં મૂકી દે તેવા જન્મના મામલા સામે આવતા રહે છે. માતાના ગર્ભમાં કોઈ પ્રકારની ઉણપના કારણે બાળકનો આકાર અને રૂપ બગડી જતું હોય છે અને જેના કારણે તે અજીબ અવસ્થામાં જન્મ લે છે. લોકો તેને મેડિકલ ઉણપને બદલે ભગવાનની ભેટ માની લે છે. જન્મનો આ અજાયબ પ્રકારનો મામલો માત્ર પશુઓમાં જોવા મળે છે એવું નથી. પરંતુ મનુષ્યોમાં પણ આવા અસંખ્ય મામલા સામે આવતા હોય છે. દેશના ઉત્ત્।ર પ્રદેશમાં હાલમાં જ આવો એક મામલો સામે આવ્યો છે.

ઉત્ત્।ર પ્રદેશ ની રહેવાસી એક મહિલાએ નોર્મલ ડિલીવરીમાં ત્રણ માથાવાળા બાળકને જન્મ આપ્યો. ત્રણ માથાવાળા બાળક જન્મ્યું હોવાની વાત ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. દરેક વ્યકિત બાળકના દર્શન કરવા માટે તેના ઘરે આવવા લાગ્યા.

જોકે, એક નજરમાં આ બાળક ડર ઊભું કરે તેવું લાગી રહ્યું છે. પરંતુ લોકો તેને બ્રહ્માનો અવતાર માનીને તેની પૂજા કરી રહ્યા છે. આ બાળકને અનેક લોકો બ્રહ્માનો અવતાર કહી રહ્યા છે. મળતી માહિતી મુજબ, તેનો જન્મ ૧૨ જુલાઈના રોજ થયો છે. તેની માતાનું નામ રાગિણી છે અને જન્મ બાદથી અનેક અજાણ્યા લોકો તેના દર્શન કરવા પહોંચી રહ્યા છે.

ત્રણ માથાવાળા આ બાળકનો જન્મ નોર્મલ ડિલીવરીથી થયો છે. જયારે માતાના ગર્ભમાંથી બાળકને બહાર કાઢ્યું તો દાયણ ચીસ પાડી ઊઠી. જોકે, બાળક અને માતા બંને સ્વસ્થ છે. આ બાળકની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. દરેક વ્યકિત બાળકને જોઈને હેરાન રહી જાય છે. તેના બે વધારાના માથાના કારણે તેને ઘણી તકલીફ પણ પડી રહી હતી. ગામમાં ખાટલા પર સૂતેલા બાળકે હવે વિદેશી મીડિયાનું પણ ધ્યાન ખેંચ્યું છે. મળતી માહિતી મુજબ, બાળકનો જન્મ સરકારી હોસ્પિટલમાં થયો, જયાંથી ડિસ્ચાર્જ થઈને હવે બંને ઘરે પરત આવી ગયા છે.

જોકે, બાળકની આવી સ્થિતિ વધારે ઘરવાળા લોકોની ભીડથી પરેશાન છે. માતા અને બાળકને કોઈ આરામ નથી કરવા દેતું. કેટલાક લોકો તો તેમના દ્યરે પૂજાની થાળી લઈને જાય છે. તમામ લોકો બાળકના દર્શન માટે ત્યાં લાંબો સમય બેસી રહે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તે બ્રહ્માનો અવતાર છે. કેટલાક લોકોથી ઘણી દૂરથી બાળકના દર્શન કરવા માટે આવી રહ્યા છે.

(11:39 am IST)