Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

વોટ્સએપ મેસેજ પુરાવો ન ગણાયઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા.૧૬: લોકપ્રિયતા એ વિશ્વસનીયતાનો માપદંડ ન હોઈ શકે એમ જણાવી સુપ્રીમ કોર્ટે વોટસએપ પરના મેસેજને પુરાવા તરીકે સ્વીકારવાનું ગુરુવારે નકારી કાઢ્યું હતું.

વોટ્સએપ પર કરવામાં આવેલા મેસેજનું પુરાવા તરીકે કોઈ મૂલ્ય કે મહત્વ નથી હોતું અને એટલે જ બિઝનેસમાં બે ભાગીદાર વચ્ચે મેસેજની આપલેને પુરાવાનો આધાર ન ગણી શકાય. દેશના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રામન્ના, ન્યાયાધીશ એ. એસ. બોપાના અને હૃષીકેશ રોયની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે આજના સમયમાં વોટ્સેપના મેસેજનું પુરાવા તરીકે મૂલ્ય કેટલું? સોશિયલ મીડિયા પર આજની તારીખે કંઈપણ ઊભું અને નાબૂદ કરી શકાય છે. વોટ્સએપના મેસેજને અમે કોઈ મહત્ત્વ નથી આપતા.

(11:37 am IST)