Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

કોઈ ધારાસભ્ય વિધાનસભામાં રિવોલ્વર તાકે તો તેના ઉપર કેસ ન થઇ શકે ? : ધારાસભા કે સંસદમાં શિસ્તનું પાલન કરવાનો દ્રષ્ટિકોણ રાખવો જોઈએ : ગૃહની અંદરધાંધલ ધમાલની ઘટના હોવા છતાં કેસ કરવો જરૂરી : કેરળ ધારાસભામાં 2015 ની સાલમાં બનેલી ઘટનાનો કેસ પાછો ખેંચવા રાજ્ય સરકારે કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી


ન્યુદિલ્હી : કેરળ ધારાસભામાં 2015 ની સાલમાં થયેલા હંગામા વચ્ચે મહિલા ધારાસભ્યોને ધક્કે ચડાવાયા હતા તેમજ અભદ્ર વ્યવહાર કરાયો હતો.જેના અનુસંધાને લેફ્ટ ડેમોક્રેટ ફ્રન્ટના 6 ધારાસભ્યો વિરુદ્ધ કેસ કરવાની ભલામણ કરવામાં આવી હતી.

હવે સરકાર બદલાઈ ગઈ છે.અને નવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાથી રાજ્ય સરકારે  કેસ પાછો ખેંચી લેવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે કોઈ ધારાસભ્ય વિધાનસભામાં રિવોલ્વર તાકે તો તેના ઉપર કેસ ન થઇ શકે ?.ગૃહની અંદરની ઘટના હોવા છતાં કેસ કરવો જરૂરી હોવાનું જણાવ્યું હતું.તથા ઉમેર્યું હતું કે ધારાસભા કે સંસદમાં શિસ્તનું પાલન કરવાનો દ્રષ્ટિકોણ રાખવો જોઈએ .ખંડપીઠે ઉમેર્યું હતું કે વર્તમાન સિક્યુરિટીના સંજોગોમાં રિવોલ્વર કાઢવાનું શક્ય ન ગણાય પરંતુ આ તો એક ઉદાહરણ છે.

નામદાર કોર્ટે સુનાવણી દરમિયાન સવાલ કર્યો હતો કે કેસ પાછો ખેંચવાની ભલામણ સાર્વજનિક અન્યાય છે. લોકતંત્રના પવિત્ર સ્થાન ઉપર સંપત્તિને નુકશાન પહોંચાડવું તે બાબતને અભિવ્યક્તિની સ્વતંત્રતા ગણાવી શકાય નહીં.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(11:09 am IST)