Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

આજે દેશમાં ૧૧૨ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ વેચાયું

રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલ-ડીઝલના દર સૌથ વધુ હોય છે

નવી દિલ્હી,તા. ૧૬ : દરરોજ સવારે ૬ વાગે પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ જાહેર થાય છે . આજના ઇંધણના દર જારી થયા બાદ આમ આદમીએ રાહતનો શ્વાસ ખેંચ્યો છે. સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા દર જાહેર કર્યા તેમાં આજે ઓઇલ કંપનીઓએ બળતણના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. જોકે હાલ દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તરે છે. દ્યણી જગ્યાએ પેટ્રોલ ૧૧૨ રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયું છે.

રાજધાની દિલ્હીમાં મે મહિનાથી ઇંધણના ભાવમાં ૪૧ વખત વધારો થયો છે. ભાવ વધારાના આ ૪૧ દિવસોમાં પેટ્રોલ રૂ ૧૦.૭૯ અને ડીઝલ ૮.૯૯ રૂપિયા મોંઘુ થઈ ગયું છે. જો આપણે જુલાઈ મહિનાની વાત કરીએ તો આ મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં ૯ વાર વધારો થયો છે. મે મહિનામાં પેટ્રોલના ભાવમાં ૧૬ વખત અને જૂનમાં ૧૬ વખત વધારો કરવામાં આવ્યો હતો.

રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલ – ડીઝલના દર સૌથી વધુ હોય છે. અહીં ૧ લીટર પેટ્રોલની કિંમત ૧૧૨.૮૬ રૂપિયાછે. આજે ભાવ વધારો કર્યો નથી પરંતુ આ અગાઉ ગુરૂવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૩૫ પૈસા અને ડીઝલના ભાવમાં ૧૫ પૈસા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો હતો .

બે દિવસની રાહત બાદ ગુરુવારે ઇંધણ મોંઘા થયા હતા. સરકારી તેલ કંપનીઓએ   બે દિવસ પછી પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૩૫ પૈસાનો વધારો જયારે ડીઝલ લિટર દીઠ ૧૫ પૈસા મોંદ્યુ કર્યું હતું. આ વધારા પછી દ્યણા શહેરોમાં પેટ્રોલનો રેટ ૧૧૦ થી ૧૧૨ રૂપિયા પ્રતિ લિટરની નજીક પહોંચી ગયો છે. ઓઇલ કંપનીઓએ ગુરૂવાર અગાઉ સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કર્યો હતો.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

શહેર

પેટ્રોલ

ડીઝલ

દિલ્હી

૧૦૧.૫૪

૮૯.૮૭

મુંબઇ

૧૦૭.૫૪

૯૭.૪૫

ચેન્નાઇ

૧૦૧.૭૭

૯૩.૬૩

કોલકતા

૧૦૧.૭૪

૯૩.૦૨

(11:00 am IST)