Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

નાણાકીય વર્ષ 2022 માં દેશનો જીડીપી ગ્રોથ રેટ 10.5 ટકા રહી શકે : RBI ગવર્નર શક્તિકાંતા દાસ

ચોથા ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર વૃદ્ધિનાં માર્ગ પર પાછું ફર્યું અને જાન્યુઆરી-માર્ચ 2021 ત્રિમાસિકમાં 1.6 ટકાનો વિકાસ દર મેળવ્યો

નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા)ના ગવર્નર શક્તિકાન્ત દાસે કહ્યું કે નાણાકીય વર્ષ 2022માં RBIના અનુમાન અનુસાર GDP ગ્રોથ રેટ 10.5 ટકા રહી શકે છે.

એપ્રિલમાં યોજાયેલી નાણાકીય નીતિ સમીક્ષામાં રિઝર્વ બેંકે 2021-22 દરમિયાન આર્થિક વિકાશ દર 10.5 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે પાછલા નાણાકીય વર્ષમાં એટલે કે 2020-21માં દેશની GDPમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા નાણાકીય વર્ષની શરૂઆત ભારે ઘટાડા સાથે થઈ હતી. ત્યારે ચોથા ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર વૃદ્ધિનાં માર્ગ પર પાછું ફર્યું અને જાન્યુઆરી-માર્ચ 2021 ત્રિમાસિકમાં 1.6 ટકાનો વિકાસ દર મેળવ્યો હતો.

તાજેતરમાં RBIએ અનુમાન લગાવ્યું હતું કે દેશમાં બીજી લહેરનાં કારણે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઉત્પાદનમાં બે લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. આર્થિક ઉત્પાદનનાં નુકસાનનો GDP સાથે સીધો સંબંધ ન હોઈ શકે, પરંતુ તે અર્થવ્યવસ્થામાં મૂલ્ય વર્ધકમાં થતા નુકશાન તરફ સંકેત કરી રહ્યાં છે.

(12:00 am IST)