Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ઉત્તરપ્રદેશમાં આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરનારાને ફાંસીની સજા ફટકારાઇ

આઠ વર્ષની મૂક-બધિર બાળકી ઉપર રેપ કર્યા પછી તેની હત્યા કરનારા હત્યારાને સ્પેશિયલ કોર્ટે ફાંસીની સજા અને ૧.૨૦ લાખ રૃપિયાનો દંડ ફટકાર્યો હ

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં આઠ વર્ષની મૂક-બધિર બાળકી પર રેપ કર્યા બાદ તેની હત્યા નિપજાવનારા આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. કોર્ટે સાડા ચાર મહિનામાં ચુકાદો આપીને ઉદાહરણરૃપ કામગીરી કરી હતી.

બુલંદશહરમાં ઘરે પાણી પીવા આવેલી આઠ વર્ષની મૂક-બધિર બાળકી ઉપર રેપ કર્યા પછી તેની હત્યા કરનારા હત્યારાને સ્પેશિયલ કોર્ટે ફાંસીની સજા અને ૧.૨૦ લાખ રૃપિયાનો દંડ ફટકાર્યો હતો. ગત ફેબુ્રઆરી માસમાં બનેલી આ ઘટનાના ચાર જ મહિનામાં કોર્ટે ચુકાદો આપીને ઉદાહરણ પૂરું પાડયું હતું.
આરોપી હરેન્દ્રના ઘરે પાણી પીવા ગયેલી બાળકી પાછી ન ફરતા તેના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. બાળકી પાણી પીવા ગઈ ત્યારે આરોપીએ દારું પીધો હતો અને નશામાં જ તેણે બાળકી પર પાશવી બળાત્કાર કર્યો હતો. આટલું જ નહીં, બળાત્કાર પછી તેણે બાળકીની હત્યા કરી નાખી હતી અને ઘરમાં જ ખાડો ખોદીને દાટી દીધી હતી.
પરિવારજનોની ફરિયાદ પછી પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને તેના ઘરમાંથી જ બાળકીના મૃતદેહને મેળવ્યો હતો. તે પછી તુરંત જ આરોપી ઉપર પોક્સો હેઠળ કેસ દાખલ થયો હતો. સ્પેશિયલ કોર્ટના ન્યાયધીશ ડૉ. પલ્લવી અગ્રવાલે આ કેસનો ચાર જ માસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ગુનેગારને ફાંસીની સજા અને ૧.૨૦ લાખનો દંડ ફટકાર્યો હતો.

(12:10 am IST)