Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ઉત્તર કોરિયામાં ભૂખમરો : અનાજના ભંડાર ખાલી : અત્યાર સુધી ' સબ સલામત ' ની ગુલબાંગ પોકારતા દેશના તાનાશાહ કિમ જોંગે હવે યુનાઇટેડ નેશન્સની મદદ માંગી

ઉત્તર કોરિયા : આંતર રાષ્ટ્રીય મીડિયા દ્વારા અવાર નવાર ઉત્તર કોરિયામાં અનાજની અછત હોવાનો અને દેશ ભૂખમરા તરફ ધકેલાઈ રહ્યો હોવાના અહેવાલો પ્રસિદ્ધ થતા હતા. પરંતુ દેશના તાનાશાહ કિમ જોન્ગ હંમેશા  '  સબ સલામત ' ની ગુલબાંગો પોકારતા હતા.

હવે તેઓ કબુલ કરવા મજબુર થયા છે કે ઉત્તર કોરિયામાં ભુખમરાએ ભરડો લઇ લીધો છે. દેશમાં ભરેલા અનાજના ભંડાર ખાલી થઇ ગયા છે.તેથી હવે તેણે યુનાઇટેડ નેશન્સ પાસે મદદ માંગી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:37 pm IST)