Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

હિમાચલ પ્રદેશમાં ઑનલાઇન ક્લાસમાં અચાનક અશ્લીલ વીડિયો ચાલ્યો!

ઘટનાને પગલે વાલીઓ પણ ગુસ્સે ભરાયા: સ્કૂલ મેનેજમેન્ટે આ મામલે તપાસ શરૂ કરી

 

સોલનઃ હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાની એક ખાનગી સ્કૂલના ઓનલાઇન ક્લાસ દરમિયાન પોર્ન ફિલ્મ ચાલવા લાગી. જેવી ફિલ્મ ચાલી કે બાળકોએ તે અંગે પોતાના પરિજનોને સૂચના આપી દીધી. ઘટનાને પગલે વાલીઓ પણ ગુસ્સે ભરાયા. વાલીઓએ મામલે સ્કૂલ મેનેજમેન્ટને ફરિયાદ કરી. સ્કૂલ મેનેજમેન્ટે મામલે તપાસ શરૂ કરી દીધી છે. મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.

(12:51 am IST)