Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

આઇસીસી પેનલના અમ્પાયર અનીલ ચૌધરીના પ્રયાસથી યુપીના ગામમાં નેટવર્ક આવી ગયું

આઇસીસી પેનલના અમ્પાયર અનીલ ચૌધરી યુપીના ગામમાં ફસાયા હતા : અમ્પાયર અનિલ ચૌધરી લોકડાઉનમાં મોબાઇલ નેટવર્ક નહીં હોવાને લીધે તેઓ કોઈનો સંપર્ક કરી શકતા ન હતા

શામલી, તા. ૧૬ : કોરોના વાયરસને કારણે અટકેલી ક્રિકેટ પ્રવૃત્તિઓને કારણે ચોગ્ગા, છગ્ગા, આઉટના 'સિગ્નલ'થી વંચિત રહેનારા આઇસીસી પેનલના અમ્પાયર અનીલ ચૌધરી સમય દરમિયાન ઉત્તર પ્રદેશમાં તેમના ગામમાં 'મોબાઇલ સિગ્નલ' લાવવામાં વ્યસ્ત હતા અને અંતે તેના પ્રયાસો સફળ થયા અને હવે ગામલોકોએ 'ઝાડ પર ચઢીને વાત કરવાની જરૂર નથી પડતીલ્લ. લોકડાઉન દરમિયાન ચૌધરી ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના તેમના ગામ ડાંગરોલમાં ફસાયા હતા જ્યાં મોબાઇલ નેટવર્ક નહીં હોવાને કારણે તેઓ કોઈનો સંપર્ક કરી શકતા હતા. કારણોસર તેઓ તેઓ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના વર્કશોપમાં પણ ભાગ લઈ શકયા હતા. ત્યારબાદ ચૌધરીએ ગામમાં નેટવર્ક સુધારવા માટે પહેલ કરી હતી અને હવે તેને તેમાં સફળતા મળી છે.

             ચૌધરીએ કહ્યું, 'મેં કેટલીક આઈસીસી વર્કશોપમાં ભાગ લીધો હતો, પરંતુ જ્યારે હું ગામમાં હતો ત્યારે ભાગ લઇ શક્યો હતો. માટે મારે દિલ્હી જવું પડ્યું. આવી સ્થિતિમાં મારો એક પગ દિલ્હીમાં અને બીજો ગામમાં એવી પરિસ્થિતિ આવી ગઈ હતી.લ્લ અત્યાર સુધીમાં ૨૦ વન-ડે અને ૨૮ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં અમ્પાયરિંગ કરી ચુકેલા ચૌધરીએ   સમસ્યા પર મીડિયાને રિપોર્ટ કર્યા બાદ એક   મોબાઇલ કંપનીએ તેમનો સંપર્ક કર્યો અને જે ગામના લોકો વર્ષોથી નેટવર્ક માટે સરકારી કચેરીઓના ધક્કા લગાવી રહ્યા હતા તેમણે રાહતનો શ્વાસ લીધો હતો.

            અમ્પાયર અનિલ ચૌધરીએ કહ્યું, 'હું હજી ગામમાં છું પણ હવે મારા વ્યવસાય સાથે સંકળાયેલા કોઈ કામ માટે મારે દિલ્હી જવાની જરૂર નથી. હું ગામમાંથી તમામ વર્કશોપમાં ભાગ લઈ શકું છું.

(9:49 pm IST)