Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

એન્કાઉન્ટર બોગસ હોવાનું સાબિત કરવું કેમ મુશ્કેલ છે?

એન્કાઉન્ટર્સ સામે ઊભા થતા સવાલો : યુપીમાં ત્રણ વર્ષમાં ૭૪ એન્કાઉન્ટર કેસમાં પોલીસને ક્લીનચીટ, મુખ્યપ્રધાન યોગીરાજમાં ૧૧૯ એન્કાઉન્ટર

Alternative text - include a link to the PDF!

નવી દિલ્હી, તા. ૧૬ : યુપી પોલસીના આઠ જવાનોની જાહેરમા હત્યા કરનાર વિકાસ દુબે હવે ઇતિહાસ બની ચૂકયો છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનથી પકડાયેલો વિકાસ  દુબે જે  રીતે ઠાર કરાયો,તેના પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. એક ગુંડો જેને મંદિરમાં એક હથિયાર વગરના સુરક્ષાગાર્ડ પકડી લે છે, હથિયારધારીપોલીસ જવાનોની પકડમાંથી ભાગવાની કોશિશ કરે છે. મધ્યપ્રદેશથી ઉપડેલી પોલીસની ગાડી અચાનક વરસાદમાં ઉલટી પડી જાય છે અને વિકાસ દુબ પોલીસની બંદૂક છીનવીને ભાગવાની કોશિશ કરે છે. આત્મસુરક્ષા માટે પોલીસે વિકાસ દુબે પર ગોળી ચલાવવી પડે છે. હવે વાર્તા કે સત્યઘટના ? આનો જવાબ તો તપાસ બાદ આવી શકશે. પરંતુ હમણાં સુધીના એક્નાઉન્ટરની તપાસના ઇતિહાસ પર નજર નાખીએ તો આપણને જાણવા મળશે કે એન્કાઉન્ટર ફેક સાબિત કરવાનું કામ ખૂબ મુશ્કેલ છે. કેટલાય એન્કાઉન્ટરોનું સત્ય તો દાયકાઓ પછી પણ બહાર આવ્યું નથી. છેવટે કેમ એક્નાઉન્ટરને ફેક સાબિત કરવાનું મુશ્કેલ છે ?

             એન્કાઉન્ટર ફેક છે કે સાચું, તેને લઈને કાનૂની પ્રક્રિયા ચાલતી રહે છે. કેટલાક કેસોની તપાસ તો દાયકાઓ સુધી ચાલતી રહે છે. પંજાબના બે પોલીસ જવાનોને સજા અપાવવા માટે સીબીઆઈની વિશેષ કોર્ટેને ૨૬ વર્ષ મહેનત કરવી પડી હતી. ૧૯૯૨માં પોલીસ જવાનોએ ૧૫ વર્ષના કિશોરને બોગસ એક્નાઉન્ટરમાં ઠાર કર્યો હતો. યુપીમાં ૧૯૯૨માં ૨૪ વર્ષના યુવકને એન્કાઉન્ટરમાં ઠાર કરાયો હતો, જેમાં ૧૭ પોલીસ જવાનોને સજા અપાવવામાં ૨૦ વર્ષનો સમય લાગ્યો હતો. ટૂંકમાં ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)માં કયાંય એન્કાઉન્ટર કે ન્યાયિક અટકાયતમાં મોતને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ કલમ ૯૬ થી ૧૦૬ કલમો પોલીસ માટે મોટું હથિયાર સાબિત થાય છે, કલમ થકી પોલીસ એન્કાઉન્ટરને આત્મસુરક્ષામાં લેવાયેલું પગલું ગણાવી દે છે. વિકાસ દુબેથી લઈને મોટાભાગના એન્કાઉન્ટરમાં પોલીસનું નિવેદન એજ હોય છે કે તેમણે આત્મસુરક્ષા માટે પગલું ભર્યું છે.

            બીજું કે એક્નાઉન્ટર મામલાઓની તપાસ કરનાર અધિકારીઓ પણ સરકારી સિસ્ટમનો હિસ્સો હોય છે, એટલે સમગ્ર ઘટનાક્રમની તપાસ નિષ્પક્ષ થઈ શકતી નથી.અત્રે ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ માર્ચ ૨૦૧૭માં યુપીના મુખ્યમંત્રી બન્યા, ત્યારથી હમણાં સુધી રાજ્યમાં ૧૧૯ ગૂંડાઓના મોત એન્કાઉન્ટરમાં થયા છેવિકાસ દુબેનો નંબર ૧૧૯મો હતો. હમણાં સુધી ૭૪ એન્કાઉન્ટર કેસોની તપાસ થઈ ચૂકી છે, તમામમાં પોલીસને ક્લીનચીટ આપવામાં આવી છે. મીડિયો રિપોર્ટ અનુસાર ૬૨ મામલામાં તો ક્લોઝર રિપોર્ટ જમા થઈ ચૂકી છે, જેનો કોર્ટે સ્વીકાર કરી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે માનવાધિકાર આયોગની તપાસ ત્યાં સુધી જરુરી નથી, જ્યાં સુધી શંકા હોય કે તપાસ નિષ્પક્ષ થશ નહીં. ટૂંકમાં કાનૂનમાં સ્પષ્ટ ઉલ્લેખ થાય હોવાથી એક્નાઉન્ટર ફેક હોવાનુ સાબિત કરવું મુશ્કેલ છે.

(9:47 pm IST)