Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કોરોનાની સારવાર માટે મોંઘી દવાની સલાહ કેમ ?

સંસદીય સમિતિના સભ્યોએ બેઠકમાં સવાલ કર્યો : આર્યુવેદિક કંપનીઓ દ્વારા રજૂ કરાયેલી મોંઘી દવાઓનો ઉપયોગની સલાહ રોકવા અને કિંમત નિયંત્રિત કરવા કહ્યું

નવી દિલ્હી, તા. ૧૬ : સંસદની એક સમિતિએ ગત બુધવારે વરિષ્ઠ સરકારી અધિકારીઓને કોવિડ-૧૯ની સસ્તી અને દેશમાં ઉત્પાદિત સરળતાથી ઉપલબ્ધ દવાઓને મહત્વ આપવાનું કહ્યું છે, તેમ સૂત્રોએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે સંસદીય સમિતિએ આર્યુવેદિક કંપનીઓ દ્વારા રજૂ કરાયેલી મોંઘી દવાઓનો ઉપયોગ કરવાની સલાહને રોકવા અને તેની કિંમતો નિયંત્રિત કરવા કહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે ગૃહ મામલોની સ્થાયી સમિતિએની એક બેઠકમાં સમિતિના સભ્યોએ કોવિડ-૧૯ની દવાઓની ઉચ્ચત્તમ કિંમતો નક્કી કરવા માંગ કરી છે. બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

             કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલ અને અન્ય અધિકારીઓએ કોંગ્રેસ નેતા આનંદ શર્માની અધ્યક્ષતાવાળી ગૃહ મામલા પરની સંસદની સ્થાયી સમિતિને કોવિડ-૧૯ મહામારીના મેનેજમેન્ટ પર તથા ચરણબદ્ધ રીતે લોકડાઉન હટાવવા અંગે અને આર્થિક ગતિવિધિઓને ચાલું કરવા અંગેની જાણકારી આપી હતી. સમિતિના સૂત્રોએ કહ્યું કે રાજકીય પાર્ટીની ભાવનાથી ઉપર ઉઠીને સમતિના સભ્યોએ સવાલ કર્યો કે કોવિડ-૧૯ની સારવાર માટે મોંઘી દવાઓની સલાહ કેમ આપવામાં આવી રહી છે ? સૂત્રોએ જણાવ્યું કે બેઠક દરમિયાન સમિતિના સભ્યોએ રેમેડેસિવીર અને ટોસીલીજુમૈબ જેવી દવાઓના કાળાબજાર પર ચિંતા પ્રગટ કરી હતી. તેમણે દવાઓની કિંમતની સીમા નક્કી કરવા સૂચન કર્યું હતું.

            સમિતિએના સભ્યોએ ત્રણ સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ દવાઓના નામ લઈને સવાલ કર્યો કે દવાઓ સમાન રુપથી કારગર હોવા છતાં તેમને પ્રોત્સાહન કેમ આપવામાં આવતું નથી ? તેમણે ઉમેર્યું કે સાંસદોએ સ્થાનીક સ્તર પર ઉત્પાદિત થયેલી અને સરળતાથી ઉપલબ્ધ દવાઓના ઉપયોગનું સમર્થન કરતા કહ્યું કે ફાર્માસ્યૂટિકલ લોબી મોંઘા વિકલ્પો પર ભાર મૂકીને સસ્તી દવાઓને ખતમ કરવા ઈચ્છે છે. સમિતિના સભ્યોએ અધિકારીઓ દ્વારા લોકડાઉન અને દેશમાં કોરોના વાયરસના ચેપના પ્રસારને રોકવા માટે તેના પ્રભાવી હોવા અંગે જાણકારી આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના સંકટને પહોંચી વળવા માટે પ્રશંસા કરવાની સાથે સલાહ હતી કે મુંબઈ અને ચેન્નાઈ જેવા અન્ય મોટા શહેરોમાં પણ પ્રકારના પ્રયાસોની જરુરિયાત છે. એમ પણ સલાહ આપી કે બિમારી સામે લડવા માટે એક નવા કાનૂનની જરુરિયાત છે.

             આ સિવાય સાંસદોએ સૂચનકર્યું કે પ્રવાસી શ્રમિકોનો એક રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવામાંઆવે, કારણ કે તેમની સામાજિક સુરક્ષા સારી કરવા માટે મદદ કરશે અને તેમને સીધા બેંક ખાતામાં પૈસા અને રેશનની મદદ કરી શકાશે

(9:44 pm IST)