Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

અમેરિકા આકરા પાણીએ : ચીની કંપની હુવાવેના અમુક કર્મચારીઓના વિઝા રદ્દ

પ્રતિબંધ વચ્ચે અમેરિકી વિદેશ મંત્રી પોમ્પીયો બ્રિટનનો પ્રવાસ કરશે : રશિયા અને જર્મનીને જોડતી ગેસ લાઇનમાં સામેલ થનારને પરિણામ ભોગવવાની ચીમકી

ન્યૂયોર્ક તા. ૧૬ : બ્રિટન દ્વારા ચીનની કંપની હૂવાવેના 5G નેટવર્કના સંચાલન ઉપર પ્રતિબંધ મુકાયા બાદ હવે અમેરિકાએ પણ હુવાવેના કેટલાક કર્મચારીઓના વિઝા ઉપર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના જણાવ્યા મુજબ માનવ અધિકારના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવશેઙ્ગ

અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ આ સંબંધે જણાવેલ કે હુવાવે જેવી કંપનીઓના કેટલાક કર્મચારીઓ ઉપર પ્રતિબંધ લગાડશે. ચીનની ટેકનોલોજી કંપનીઓના એવા કર્મચારીઓ જે માનવ અધિકાર ઉલ્લંઘન કરવાવાળી ચીની સરકારના સર્વેલન્સ અને મદદ કરે છે તેની ઉપર કાર્યવાહી કરાશે.

પોમ્પિયોએ વધુમાં જણાવેલ કે હુવાવે ઉપર પ્રતિબંધ વચ્ચે તેઓ બ્રિટનનો પ્રવાસ કરશે. આ પહેલા અમેરિકાએ બ્રિટન દ્વારા હુવાવેના નેટવર્ક સંચાલન ઉપર પ્રતિબંધ લગાવવાના નિર્ણયનું સ્વાગત કરેલ. પોમ્પીયોએ ત્યારે જણાવેલ કે ટ્રાન્સાટલાટીકઙ્ગ સુરક્ષા અને સમૃદ્ઘિ માટે આ નિર્ણય મહત્વપૂર્ણ છે. જો કે અમેરિકાએ મે મા પ્રતિબંધ લગાવી ૫લ નેટવર્કના યુએસ ચિપ્સ સુધી હૂવાવેની પહોચને અવરોધી દીધેલ. જેને ધ્યાનમાં રાખી બ્રિટને ચીની કંપનીને લઈને પોતાની રણનીતિ પર પુનર્વિચાર કરેલ અને ફરી તેને બેન કરી દીધેલ અમેરિકાના જણાવ્યા મુજબ હુવાવે ચીની સરકાર માટે જાસૂસી કરે છે.

પોમ્પિયો એ કહેલ કે તેઓ ટૂંક સમયમાં બ્રિટન અને ડેનમાર્કની યાત્રા પર રવાના થશે અને હોંગકોંગ સહિત ચીન સાથે જોડાયેલ વિભિન્ન મુદ્દાઓ ઉપર વાતચીત કરશે અમેરિકી વિદેશ મંત્રી રશિયા અને જર્મની ને જોડતી નોર્ધ સ્ટ્રીમ ગેસ પાઇપ લાઇન ઉપર પણ સખત રૂખ અપનાવી જણાવેલ કે આ પ્રોજેકટમાં ભાગ લેવા વાળાએ સંભવિત પરિણામ ભોગવવા પડશે.

(3:30 pm IST)