Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

આસામ - બિહારમાં પૂરથી ગામો ડુબ્યા : ૯૮ NDRFની ટીમો તૈનાત

જનજીવન અસ્તવ્યસ્ત : નદીઓ ભયજનક સપાટીએ

પટના તા. ૧૬ : સમગ્ર દેશ હાલ જીવલેણ બિમારીની સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે દેશમાં આકાશી આફત મુસબત બની છે. જેમાં ઘણા રાજયોમાં મુશળધાર વરસાદના કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા છે, જેમાં બિહારથી લઈને અસામ સુધી મુશળધાર વરસાદને કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે. ત્યારે ઘણા ખરા એવા ગામ એવા છે. જયાં જળબંબાકરારની સ્થિતી સર્જાઈ છે. આ આફતને કારણે ૯૮ જેટલી NDRF ની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

જે લોકો પૂરને કારણે ગામડાઓમાં ફસાઈ ગયા છે. તેમને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવામાં આવી રહ્યા છે. ભારે વરસાદના કારણે લાખો લોકોને પૂરને કારણે તેમનું ઘર છોડવાની પરિસ્થિતિ સર્જાઈ છે, .જયારે બીજી તરફ બિહાર પ્રસાશનનું કહેવું છે કે પરિસ્થિતિ હાલ કાબૂમાં છે.

ત્યારે આ મામલે NDRFનું મહત્વનું નિવેદન આવ્યું છે, જેમાં એનડીઆરએફનું કહેવું છે કે પરિસ્થિતી ખૂબજ ખરાબ છે. નેપાળ તેમજ ચીનમાથી આવતી નદીઓ ભારતમાં તબાહી મચાવી શકે છે. નેપાળમાં પણ ભારે વરસાદને કારણે ફારબિસગંજ, જોકીહાટ, સિકટી અને પલાસીના નિચાણ વાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ ગયા છે.

મહત્વનું છે કે બિહારના ગોપાલગંજમાં ગંડક નદીના કિનારે આવેલા ૩૬ ગામોમાં જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે. અને લોકો પોતાનો જીવ બચાવવા માટે ઉચાઈ વાળા સ્થળો પર જઈ રહ્યા છે.

(3:26 pm IST)