Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ગુજરાત અને મહારાષ્ટ્રના દરીયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર આસામમાં બેફામ વરસાદથી ૯૨ના મોતઃ હજારો લોકો બેઘર, ખેતી બરબાદ

નવી દિલ્હીઃ મુંબઇ અને દરીયાઇ વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ગુજરાત અને મહારાષ્ટ્રના દરીયાકાંઠાના વિસ્તારોમાં રેડએલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ અગાઉ ઓરેન્જ એલર્ર્ટ જાહેર કરવામાં આવેલ. જયારે ગોવામાં ઓરેન્જ એલર્ટની જાહેરાત થઇ છે. ભારે વરસાદ અને પુરથી આસામમાં ૭, ઉત્તરાખંડમાં મકાન પડવાથી ગર્ભવતી મહિલા સહિત ચારના મોત નિપજયા હતા. જયારે મહારાષ્ટ્રમાં વિજળી પડવાથી એક ખેડૂતનું મોત નિપજયું હતુ.

આસામમાં ભારે વરસાદથી પુરની સ્થિતિ સર્જાઇ હતી. ૨૬ જીલ્લાના ૩૬ લાખ લોકો પ્રભાવીત થયા છે. અત્યાર સુધીમાં ૯૨ના મોત થયા છે.

એએસડીએાએના જણાવ્યા મુજબ રાજયના ૩,૩૭૬ ગામડાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા અને ખેતીના પાકને ભારે નુકશાન થયું છે. હાલમાં ૨૩ જીલ્લાઓમાં ૬૨૯ જેટલી રાહત શીબીરો ચાલુ છે.

(3:23 pm IST)