Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

એર ઇન્ડિયામાં છટણી પ્રક્રિયા શરૃઃ કર્મચારીની દક્ષતા, સ્વાસ્થ્ય અને જરૂરના આધારે ઓળખ કરાશેઃ પાંચ વર્ષ સુધી વિના પગારે હાંકી કઢાશે

નવી દિલ્હી,તા.૧૬: સરકારી વિમાન કંપની એર ઇન્ડિયા પોતાની દક્ષતા, સ્વાસ્થ્ય અને જરૂર જેવા આધાર ઉપર કર્મચારીઓની ઓળખ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેને પાંચ વર્ષ સુધી વગર પગારે અનિવાર્ય અવકાશ ઉપર મોકલી દેવાશે.

કંપની ના આદેશ મુજબ ડાયરેકટર મંડળે એર ઇન્ડિયાના અધ્યક્ષ અને મુખ્ય નિર્દેશન રાજીવ બંસલને કર્મચારીઓની ઉપયુકતા, દક્ષતા, ક્ષમતા, પ્રદર્શનની ગુણવત્ત્।ા, કર્મચારીના સ્વાસ્થ્ય, પહેલાં ડયુટી ના સમયે અનઉપલબ્ધ વગેરેના આધાર ઉપર છ મહિના અથવા બે વર્ષ માટે વગર પગારે અવકાશ ઉપર મોકલવાની અધિકૃતતા કરી છે. આદેશ મુજબ આ અવધી પાંચ વર્ષ સુધી વધારી શકાય છે. એર ઇન્ડિયા દ્વારા ૧૪ જુલાઇએ જાહેર થયેલ આદેશ મુજબ મુખ્યાલયના વિભાગોમાં પ્રમુખોની સાથે-સાથે ક્ષેત્રીય કાર્યાલય ના ડાયરેકટર ઉપરોકત કસોટી ઓના આધાર ઉપર પ્રત્યેક કર્મચારીઓનું મુલ્યાંકન કરશે અને વગર પગારે અનિવાર્ય અવકાશના વિકલ્પ ના મામલે ઓળખ કરશે.

આદેશમાં જણાવ્યા મુજબ આવા કર્મચારીઓ ના નામો અધ્યક્ષ અને મુખ્ય ડાયરેકટર ની મંજુરી માટેઙ્ગ અગ્રતા આપવી જોઈએ. આ સંબંધે એર ઇન્ડિયાના પ્રવકતાએ જણાવેલ કે અમે આ મામલા ઉપર ટિપ્પણી નથી કરવા માંગતા.

ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસ ની મહામારી ના કારણે ભારત અને અન્ય દેશોમાં યાત્રા ઉપર પ્રતિબંધના કારણે વિમાની કંપનીઓ પર બહુ મોટી આર્થીક અસર પહોંચી છે. ભારતની તમામ વિમાન કંપનીઓએ પગારમાં કાપ મૂકયો છે, વગર પગારે રજા ઉપર કર્મચારીઓને મોકલ્યા છે, અન્ય ખર્ચાઓ માં પણ કાપ મૂકયો છે. ભારતમાં કોરોનાવાયરસ ની મહામારી ના કારણે લાગેલા પ્રતિબંધ બાદ લગભગ બે મહિના બાદ ૨૫ મે થી ડોમેસ્ટિક સેવા શરૂ થઈ ગઈ છે. જોકે કોરોના ના કારણે પહેલાં કરતાં હાલ ૪૫્રુ વિમાનોની ઉડાનોની અનુમતિ આપવામાં આવી છે. ૨૫ મેથી શરૂ થયેલ ડોમેસ્ટિક સેવા શરૂ થતાં કુલ બેઠકની ક્ષમતા ના મુકાબલે ફકત ૫૦ થી ૬૦ ટકા જ યાત્રીઓ વિમાનમાં સફર કરી શકે છે.

(3:22 pm IST)