Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ટ્રમ્પે ફારસીમાં ટ્વીટ કરી ઇરાની સરકારના ૩ યુવકોના ફાસીના નિર્ણયને વખોડયો

વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન માં પ્રદર્શનકારીઓને ફાંસીની સજા દેવાના વિરોધમાં ફારસી ભાષામાં ટ્વિટ કરી જણાવેલ કે આ દુનિયા માટે ભયાનક સંકેત છે દરમિયાન ભારે વિરોધ વચ્ચે ઈરાન સરકારે હાલ ફાંસી ઉપર રોક લગાવી દીધી છે સોશિયલ મીડિયા ઉપર આ નિર્ણયના વિરોધમાં અભિયાન ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાઇ રહ્યા છે ગઈકાલે આ અંગે થોડી વાર માટે ઇન્ટરનેટ સેવાઓ ઠપ કરી દેવામાં આવેલ ઈરાનની સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષે ઈંધણ ભાવ વિરોધ પ્રદર્શનમાં સામેલ ત્રણ લોકોને ફાંસીની સજા  બરકરાર રાખેલ આના વિરોધમાં ટ્રમ્પે ફારસીમાં ટ્વીટ કરી જણાવેલ કે, વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર લેવાવાળા ઈરાનના ત્રણ લોકોના મોતની સજા આપવામાં આવી છે અને તેને ઝડપથી ફાંસી પર લટકાવી દેવાશે ઈરાનના આ પગલાથી દુનિયામાં ખોફનાક સંદેશ જાશે અને આની ઉપર રોક લગાવવી જોઈએ ગયા વર્ષે જયારે તેલના ભાવો રાતોરાત વધેલ ત્યારે લોકો ભડકી ઉઠેલ મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન કરેલા દરમિયાન લૂંટ પાઠ આગની દ્યટનાઓ અને સરકારી ઈમારતો ઉપર હુમલાઓ પણ થયેલ આ સિલસિલામાં અદાલતે ત્રણ પ્રદર્શનકારીઓને દોષી કરાર દઈ તેમને ફાંસીની સજા બકરા રાખેલ રિપોર્ટ મુજબ ત્રણ લોકોની મોત ની સજા સંભળાવવામાં આવી છે જેમાં ૨૬ વર્ષીય સેલફોન વિક્રેતા અમીર વોશિંગ મોડી ૨૮ વર્ષીય વિદ્યાર્થી શહીદ જિદ્દી અને ૨૬ વર્ષીય મોહમ્મદ રાજાબીનો સમાવેશ થાય છે વિરોધ પ્રદર્શન બાદ ઈરાન સરકારે દાવો કરેલ કે અમેરિકા, સાઉદી અરબ અને ઇઝરાઇલનો તેમાં હાથ છે. આ જ કારણ છે કે પ્રદર્શનકારીઓ ઉપર સખત કાર્યવાહી કરાયેલ અને ત્રણેયને મોતની સજા સંભળાવવામાં આવેલ. ઈરાની અદાલતના આ નિર્ણયની ખૂબ જ ટીકા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે પ્રદર્શનમાં સામેલ હોવાની આવડી મોટી સજા ન આપવામાં આવી શકે.

(3:22 pm IST)