Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કોરોનાએ વિશ્વને હંફાવ્યુ પરંતુ ચીનની અર્થવ્યવસ્થામાં સુધારો

ચીનમાં કોરોનાના કારણે થયેલા લોકડાઉનને હટાવતા અર્થવ્યવસ્થામાં ૩.૨ ટકાનો વધારો

નવી દિલ્હી તા. ૧૬ : ચીનમાં કોરોના મહામારીને કારણે લાગુ લોકડાઉનને હટાવા અને કારખાનાઓ અને દુકાનોને ફરી ખોલ્યા બાદ અર્થવ્યવસ્થામાં સુધારો આવ્યો છે. ચીનની અર્થવ્યવસ્થા ૩.૨ ટકાના દરથી વધી છે. ચીને આજે આંકડા બહારપાડયા જેના મુજબ આર્થિક વૃધ્ધિમાં સુધારો થયો છે. જ્યારે છેલ્લી તિમાહીમાં અર્થવ્યવસ્થાની રફતાર ૬.૮ ટકાના દરથી ઘટી હતી.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની શરૂઆત ડિસેમ્બર મહીનામાં ચીનથી થઇ હતી. તેથી ચીનમાં સૌથી પહેલા અર્થવ્યવસ્થાને બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ માર્ચમાં ચીનની અર્થવ્યવસ્થા ફરી ખુલવા લાગી હતી. તાજા આંકડાના જણાવ્યા મુજબ વિનિર્માણ અને કેટલાક અન્ય ઉદ્યોગોમાં કામકાજ અંદાજે સામાન્ય સ્થિતિમાં પછી પાછું ફર્યું છે પરંતુ બેરોજગારીના લીધે ઉપભોકતા ખર્ચ નબળા છે. ચીનમાં સિનેમા અને કેટલાક અન્ય વ્યવસાય હજુ પણ બંધ છે અને યાત્રા પર પ્રતિબંધ લાગેલો છે.

ભારત - ચીન સરહદ વિવાદ વચ્ચે ચીન વિરૂધ્ધ સંપૂર્ણ દેશ એકજુથ થયો છે. સમગ્ર દેશમાં ચીની કંપનીઓ અને ચીની પ્રોડકટનો સતત બહિષ્કાર થઇ રહ્યો છે. ભારત અને ચીન વચ્ચે વિપક્ષીય વેપાર ૨૦૧૯-૨૦માં ઘટીને ૮૧.૮૭ અરબ ડોલર થયો છે. જે ૨૦૧૮-૧૯માં ૮૭.૦૮ અરબ ડોલર હતો. બંને દેશો વચ્ચે વેપાર અંતર પણ ૫૩.૫૭ અરબ ડોલરથી ઘટીને ૪૮.૬૬ અરબ ડોલર રહી ગયું છે.

(3:21 pm IST)