Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કોરોના રસી મામલે આજે આવી શકે છે યુકેથી રાહત પમાડે તેવા ન્યૂઝ

ઓકસફર્ડની વેકસીનનું પરિણામ ગમે ત્યારે

નવી દિલ્હી તા. ૧૬ : ઓકસફોર્ડ યુનિવર્સિટી અને ફાર્માસ્યુટિકલ્સ કંપની એસ્ટ્રાજેનેકા દ્વારા તૈયાર કોરોના રસી જેનું પરીક્ષણ ચાલી રહ્યું છે તેનું પરિણામ આજે આવશે. બ્રિટનના આઇટીવી નેટવર્કના રાજનૈતિક સંપાદક રોબર્ટ પેસ્ટને આ દાવો  કર્યો છે. કોરોનામાં આ રસીને સૌથી વધુ સફળ માનવામાં આવી રહી છે. આ રસીનું માનવ ઉપર ત્રીજા ચરણનું પરિક્ષણ પૂર્ણતાના આરે છે. પેસ્ટને તેમના બ્લોગમાં લખ્યું છે કે, આજે સારા સમાચાર મળશે.

ભારત પણ આ ક્ષેત્રમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતમાં બે રસી અંગે ટ્રાયલ ચાલી રહી છે. આ ટ્રાયલ વાંદરા અને સસલા પર સફળ રહી છે અને હવે તેનું ટ્રાયલ માણસો પર પણ શરૂ થઈ ગયું છે. જો બધું બરાબર થઈ જાય તો કોરોના રસી આ વર્ષના અંતમાં અથવા ૨૦૨૧ની શરૂઆતમાં બહાર આવી શકે છે, પરંતુ તે પહેલાં પણ વિશ્વની બે અગ્રણી કંપનીઓ અંતિમ તબક્કામાં સંપૂર્ણ પ્રવેશ કરી ચૂકી છે.

બ્રિટનની ઓકસફોર્ડ યુનિવર્સિટીની કોવિડ -૧૯ રસીનું પ્રથમ હ્યુમન ટ્રાયલ સફળ થઇ ગયું છે. બ્રાઝીલમાં હાથ ધરવામાં આવેલા હ્યુમન ટ્રાયલના શ્રેષ્ઠ પરિણામો સામે આવ્યા છે. ટ્રાલમાં સામેલ કરાયેલા વોલેન્ટિયર્સમાં વેકસીનથી વાયરસની સામે પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઇ છે. ઓકસફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ChAdOx1 nCoV-19 (AZD1222) ની રસીને લઇ સંપૂર્ણ સફળ થવા પર આશ્વસ્ત છે. તેઓને વિશ્વાસ પણ છે કે સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં લોકો માટે રસી ઉપલબ્ધ કરાવશે. આ રસીનું ઉત્પાદન એસ્ટ્રાજેનેકા દ્વારા થશે. તો ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) પણ આ પ્રોજેકટમાં સામેલ છે.

મહામારીને રોકવાના પ્રયાસ માટે વિશ્વભરમાં ૧૦૦ થી વધુ સંભવિત રસીઓનો વિકાસ અને પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. માનવ પરીક્ષણોમાં ૧૯ માંથી ફકત બે જ અંતિમ તબક્કા IIIમાં છે. તેમાંથી એક રસી ચીનના સિનોફાર્મા અને બીજી એસ્ટ્રાજેનેકા અને ઓકસફર્ડ યુનિવર્સિટી દ્વારા મળીને તૈયાર કરાય રહી છે. આ બંને કંપનીઓ એકદમ છેલ્લાં તબક્કા સુધી પહોંચી ચૂકી છે. સેચેનોવ યુનિવર્સિટીમાં એક વિભાગના ડાયરેકટર અને પરીક્ષણના સમન્વયક અલેના સ્મોલિઆર્ચુક એ કહ્યું કે અમે લોકો મુખ્યત્વે સુરક્ષાના સ્તર પર પરીક્ષણ કરી રહ્યા છીએ જેથી કરીને આ બીમારી વ્યકિતને પોતાના જડ સુધી ના લઇ જાય.

કોરોના વાયરસથી પીડિત લોકો માટે ભારત બાયોટેક કંપની નાક દ્વારા અપાતી એક ખાસ રસી વિકસિત કરી રહ્યું છે. યુનિવર્સિટી ઓફ વિસ્કાંસિન મેડીસીન અને વેકસીન બનાવતી કંપની ફલૂજેનના વાયરોલોજિસ્ટે ભારત બાયોટેકની સાથે મળીને કોવિડ-૧૯ની વિરૂદ્ઘ કોરોફલૂ નામની આ વેકસીનને વિકસિત કરવા માટે પરીક્ષણ શરૂ કરી દીધું છે.

કેટલાંક નિષ્ણાતોનું માનવું છે કે કોરોના વાયરસથી બચવાની રસી નાકમાં લગાવી શકાય છે. તેનું પાછળ નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાવાયરસ સહિત કેટલીય રોગાણુ, મ્યુકોસાના માધ્યમથી શરીરમાં પ્રવેશ કરે છે. ભીનું, સ્કિવશી પેશીઓ જે નાક, મોં, ફેફસાં અને પાચક તંત્રને અસર કરે છે. સામાન્ય રીતે રસી શરીરના ઉપરના ભાગમાં અપાય છે. જેમ કે હાથના ઉપરના ભાગમાં. પરંતુ દરેક વાયરસની પોતાની અલગ પ્રવૃત્તિ હોય છે. કોરોના વાયરસ આ તમામમાં બિલકુલ અલગ છે. તેનાથી બચવા અને તુરંત લાભ માટે નાક દ્વારા જો વેકસીન અંદર આવશે તો સીધો આ વાયરસ પર એટેક કરશે અને તેને ખત્મ કરશે.

(3:18 pm IST)