Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

રાજસ્થાન સંકટ

પ્રિયંકા ગાંધી થયા સક્રિય : પાયલટને મનાવવા જોરશોરથી પ્રયાસો

નવી દિલ્હી તા. ૧૬ : રાજસ્થાનમાં ફરી રાજકીય ઘટનાક્રમ વચ્ચે અશોક ગેહલોત એમની સરકાર બચાવામાં સફળ રહ્યા છે. જોકે તેના માટે હજુ મુશ્કેલી પૂરી થઇ નથી. બીજી બાજુ આ મામલે એકવાર ફરી પ્રિયંકા ગાંધી વાડ્રા સક્રિય થયા છે. પ્રિયંકા ગાંધીએ કે.સી. વેણુગોપાલ, અહમદ પટેલને સચિન પાયલટ સાથે વાતચીત કરવા કહ્યું છે અને પક્ષમાં પાછા ફરવા કહ્યું છે. બીજી બાજુ અશોક ગેહલોત હવે કડક વલણ અપનાવેલું છે. પાયલટ જુથના વિધાયકોએ ફોન કરીને પાછા ફરવાનું કહ્યું છે.

રાજસ્થાનના મુદ્દે એકવાર ફરી પ્રિયંકા ગાંધી વાડ્રા એકિટવ થઈ ગયા છે. પ્રિયંકા ગાંધીએ કે સી વેણુગોપાલ, અહેમદ પટેલને સચિન પાયલટ સાથે વાત કરવાનુ કહેવામાં આવ્યુ છે અને પાર્ટીમાં પરત આવવા કહેવાડવ્યુ છે. બીજી તરફ અશોક ગેહલોત હજુ પણ કડક વલણ અપનાઈ રહ્યા છે. સચિન પાયલટ જૂથના ધારાસભ્યોને ફોન કરવામાં આવી રહ્યા છે અને પરત આવવાનુ કહેવામા આવી રહ્યુ છે.

કપિલ સિબ્બલે આ મામલે ટ્વીટ કરી છે તેમણે લખ્યુ કે કહેવામાં આવી રહ્યુ છે કે છબી ખરાબ કરવા માટે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. પછી સચિન પાયલટે કહ્યુ કે તે ભાજપ જોઈન કરી રહ્યા નથી.

વધુમાં કપિલ સિબ્બલે લખ્યુ કે મને લાગે છે કે માનેસરમાં રોકાયેલા ધારાસભ્ય હરિયાણાની ભાજપ સરકારની નજરોમાં રજા મનાવી રહ્યા છે પરંતુ ઘર વાપસીનુ શુ?

સચિન પાયલટ તરફથી ઈન્ટરવ્યુ આપ્યા બાદ કોઈ વધુ નિવેદન જારી કરવામા આવ્યુ નથી. તેમની પ્રેસ કાઙ્ખન્ફરન્સ કયારે થશે તે પણ હજુ નક્કી નથી. એવામાં દરેકની નજર છે કે સચિન પાયલટનો આગામી એકશન શુ હશે.

સુત્રો અનુસાર રાજસ્થાનમાં સચિન પાયલટ જૂથ વિરૂદ્ઘ એકશન વધી શકે છે. પાયલટ જૂથના મહત્વના પાત્રો વિરૂદ્ઘ ફરિયાદ થઈ શકે છે. ત્રણ ધારાસભ્યના પરિવાર તરફથી જબરદસ્તી રાખવાની ફરિયાદ કરવામાં આવી શકે છે, જે બાદ પોલીસ એકશન લેશે.

એક તરફ કોંગ્રેસ તરફથી સચિન પાયલટને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ પાયલટ સમર્થક ધારાસભ્ય રામનિવાસે ટ્વીટ કરીને અશોક ગેહલોત પર નિશાન સાધ્યુ છે ટ્વીટમાં લખ્યુ છે કે તેઓ લડાઈમાંથી પીછે હઠ કરશે નહીં.

(3:17 pm IST)