Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

માત્ર રૂ, 650 આપીને કોરોનાની તપાસ કરાવો: ભારતમાં સૌથી સસ્તી ટેસ્ટિંગ કિટ લૉન્ચ કરાઈ

કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ‘કોરોસ્યોર આરટી-પીસીઆર’ કિટ લોન્ચ કરી

નવી દિલ્હી: IIT દિલ્હીના વૈજ્ઞાનિકો અને યુવા સંશોધકો દ્વારા વિકસિત કોવિડ-19ની સૌથી સસ્તી તપાસ કિટ  લોન્ચ કરાઈ છે . કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ‘કોરોસ્યોર આરટી-પીસીઆર’ કિટ લોન્ચ કરી છે.

 

IIT દિલ્હી કોવિડ-19 ‘કોરોસ્યોર RT-PCR’ કિટ તૈયાર કરનાર પ્રથમ શૈક્ષણિક સંસ્થા છે. આ કિટની કિંમત 650 રૂપિયા હશે, જ્યારે અત્યાર સુધી માર્કેટમાં 4500 રૂપિયા ખર્ચ કરવા પડે છે. સરકારી લેબ અથવા હોસ્પિટલ ICMRના માધ્યમથી આ કિટને મેળવી શકે છે. જ્યારે ખાનગી હોસ્પિટલ તેને કંપની પાસેથી ખરીદી શકશે.

IITના ડિરેક્ટર પ્રો. રાવે જણાવ્યુ કે, આ દેશમાં સ્કેલ અને કિંમત બંનેના સંદર્ભમાં કોવિડ-19 તપાસના પ્રતિમાનને બદલી દેશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એન્ડ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયન મેડિસિનદ્વારા  સ્વીકૃત તેને રજૂ કરવામાં આવી રહ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા રોકેટગતિએ વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં છેલ્લાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાનાં 32,695 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે આ જ સમયગાળામાં વાઈરસને કારણે 606 લોકોનાં મોત થયાં છે. તેની સાથે જ દેશભરમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 9,68,876એ પહોંચી ગઇ છે. જ્યારે મૃત્યુઆંક 24,915એ પહોંચ્યુ છે.

(2:43 pm IST)