Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા મામલે અમિતભાઇ શાહ એક્શનમાં : ગૃહમંત્રીએ આપ્યા સીબીઆઈ તપાસનો આદેશ

બિહારના નેતા પપ્પુ યાદવે શંકાસ્પદ મૃત્યુની CBI તપાસ માટે કેન્દ્રીય ગૃહમંત્રીજીને પત્ર લખીને આગ્રહ કર્યો હતો

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસ સતત સુશાંતનાં નજીકનાં સંબંધીઓની પૂછપરછ કરી રહી છે. ત્યારે હવે આ કેસને લઇને સુશાંતનાં ફેન્સ CBI તપાસની માંગ કરી રહ્યાં છે. CBI તપાસને લઇને બિહારનાં નેતા પપ્પુ યાદવે ગૃહમંત્રી અમિતભાઈ  શાહને આ મામલામાં એક પત્ર પણ લખ્યો છે. જે મામલે અમિતભાઈ  શાહે પ્રતિક્રિયા આપતા આ મામલે CBI તપાસની માંગ કરી છે.

પપ્પુ યાદવે ગૃહમંત્રી અમિતભી  શાહને સોશિયલ મીડિયાનાં માધ્યમથી સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં CBI ની તપાસની માંગ કરી છે. તેઓએ પોતાનાં ટ્વિટમાં લખ્યું કે, “અમિત શાહજી આપ ઇચ્છો તો એક મિનીટમાં સુશાંત કેસની CBI તપાસ થઇ શકે છે. જેને ટાળો નહીં!” બિહારનાં ગૌરવ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતજીનાં શંકાસ્પદ મૃત્યુની CBI તપાસ માટે કેન્દ્રીય ગૃહમંત્રીજીને પત્ર લખીને આગ્રહ કર્યો હતો. તેઓએ કાર્યવાહી માટે પત્ર આગળ મોકલી દીધો છે.

પપ્પુ યાદવે ટ્વિટર પર અમિત શાહે પોતાની પ્રતિક્રિયા આપી છે. અમિતભાઈ  શાહે આ પત્રમાં યુવા ફિલ્મ અભિનેતા સ્વર્ગીય સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલાની તપાસ કેન્દ્રીય તપાસ બ્યુરોને કરવા માટેનો આગ્રહ કર્યો છે.

પહેલા બીજેપી નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક વકીલને સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનાં સંબંધમાં CBI તપાસ માટે તમામ આવશ્યક દસ્તાવેજોને સંશોધિત કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યાં છે. આ વાતની જાણકારી ખુદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરી છે. તેઓએ જણાવ્યું કે, “હું ઇશાકરણને સંભવિત CBI મામલો અથવા PIL અથવા તો ગુનાકીય ફરિયાદ મામલા માટે સુશાંત સિંહ રાજપૂત કથિત આત્મહત્યા મામલાને સંબોધિત કરવા માટે કહ્યું છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે 14 જૂનનાં રોજ મુંબઇનાં બાંદ્રા સ્થિત પોતાનાં ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જો કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે સચ્ચાઇ હજુ સુધી સામે આવી નથી. મુંબઇ પોલીસ હજી સુધી લગભગ 35થી વધારે લોકો સાથે પૂછપરછ કરી ચૂકી છે. એવાં સમાચાર પણ સામે આવી રહ્યાં છે કે મુંબઇ પોલીસ જલ્દી કોઇ નિરાકરણ નીકાળીને આ મામલાની ફાઇલને બંધ પણ કરી શકે છે.

(2:38 pm IST)