Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

મેરઠમાં ભગવા રંગનો ટુવાલ પહેરવો અને તિલક લગાવવા પર સાધુની ઢોર માર મારીને હત્યા

એક સમુદાયના યુવકોએ ભગવા રંગનું કપડું રહેવા અને તિલક લગાવવા અંગે એક સાધુની ટિપ્પણી કરી હતીઃ ત્યારબાદ તેનો વિરોધ કરતા યુવકોએ સાધીને રસ્તા વચ્ચે ઢોર માર માર્યો હતો

મેરઠ, તા.૧૬: ઉત્તર પ્રદેશના મેરઠમાં એક સાધીની ઢોર માર મારીને હત્યા કરવાની ઘટના સામે આવી છે. એક સમુદાયના યુવકોએ ભગવા રંગનો ટુવાલ પહેરવા અને તિલક લગાવવા અંગે એક સાધુની ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તેનો વિરોધ કરતા યુવકોએ સાધીને રસ્તા વચ્ચે ઢોર માર માર્યો હતો. અને ઘટના સ્થળેથી ફરાર થયા હતા. જોકે, સારવાર દરમિયાન સાધુનું મોત નીપજયું હતું. આ ઘટના મેરઠના ભગવાનપુર ક્ષેત્રના અબ્દુલ્લાપુરની છે.

મળતી માહિતી પ્રમાણે ઘટના બાદ લોકોના ખૂબજ ગુસ્સો જોવા મળ્યો હતો. બુધવારે બજરંગ દળ અને વિહિપના કાર્યકર્તાઓએ પરિવારજનો સાથે સાધુ કાંતિ પ્રસાદનો મૃતદેહ અબ્દુલ્લાપુરમાં રસ્તા વચ્ચે રાખી દીધો હતો. અને ટ્રાફિક જામ કરી દીધો હતો. હંગામો કરવાની સાથે આરોપીઓને પકડવાની માંગણી કરી હતી. આ દરમિયાન કેન્ટના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યો ત્યાં પહોંચ્યા હતા. અંતે આર્થિક મદદ અને એસઓ અને એસએસઆઈને હાજર કરવાવા પર મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

અબ્દુલ્લાપુરમાં મંદિરમાં સેવક કાંતિ પ્રસાદની સાથે અનસ નામના યુવકે ભગવા રંગનું કપડું અને તિલક લગાવવા અંગે ૧૩ જુલાઈએ મારપીટ કરી હતી. ૧૪ જુલાઈે સારવાર દરમિયાન કાંતિ પ્રસાદનું મોત થયું હતું.

બુધવારે સવારે ૮ વાગ્યે બજરંગદળ અને વિહિપ કાર્યકર્તાઓએ કાંતિ પ્રસાદની લાશને અબ્દુલ્લાપુરમાં કિલા રોડ ઉપર રાખી દીધો હતો. ટ્રાફિક જામ કર્યો હતો. સાથે સાથે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ અને કાંતિ પ્રસાદના મોતનું વળતરની માગ કરી હતી. પોલીસ ઉપર હિસ્ટ્રીશીટર નદીમ મેવાતી સાથે સંબંધ હોવાના આરોપ લાગ્યા છે.

(10:19 am IST)