Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

૨.૩ થી ૪.૫ સુધીની તીવ્રતા રહી

ગુજરાત - હિમાચલ - આસામમાં ભૂકંપ આવ્યો

નવી દિલ્હી તા. ૧૬ : આજે સવારે દેશના ૩ રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં ગુજરાત, હિમાચલ અને આસામનો સમાવેશ થાય છે.

હિમાચલ પ્રદેશના ઉનામાં આજે સવારે ભૂકંપ આવ્યો હતો. સવારે ૪.૪૭ કલાકે ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા ૨.૩ નોંધાઇ હતી.

તે પછી ગુજરાતના અનેક ભાગોમાં ૭.૪૦ કલાકે ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા ૪.૫ માપવામાં આવી હતી.

તે પછી આસામના કરીમગંજમાં સવારે ૭.૫૭ કલાકે ભૂકંપ આવ્યો હતો. રિકટર સ્કેલ પર તીવ્રતા ૪.૧ માપવામાં આવી હતી. આ પહેલા નાગાલેન્ડના લોંગલેંગ જિલ્લામાં આંચકો આવ્યો હતો જેની તીવ્રતા ૩.૫ નોંધાઇ હતી.

આજે સવારે પનામા ખાતે ૫.૮નો ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપથી કયાંય નુકસાનીના અહેવાલ નથી.

(10:16 am IST)