Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ચીન સમગ્ર વિશ્વ માટે ખતરારૂપ છે : પોતાનું વર્ચસ્વ કાયમ કરવા કોરોના વાઇરસનો ઉપયોગ કરી રહ્યું છે : જાપાનના પ્રાઈમ મિનિસ્ટર શિંજો આબે

ટોક્યો : ચીન અને જાપાન વચ્ચે દરિયાઈ સરહદ ઉપર ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે  જાપાનના પ્રાઈમ મિનિસ્ટર શિંજો આબેએ ડ્રેગનને સમગ્ર વિશ્વ માટે ખતરારૂપ ગણાવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે વિશ્વ ઉપર પોતાનું વર્ચસ્વ કાયમ કરવા તે કોરોના વાઇરસનો ઉપયોગ કરી રહ્યું છે.ચીન તથા ઉત્તર કોરિયા બંને દેશોને ખતરારૂપ ગણાવતા પ્રાઈમ મિનિસ્ટર શિન્જોએ કહ્યું હતું કે તેઓ પોતાની સેનાને વધુ મજબૂત  બનાવશે.
ઉલ્લેખનીય છે કે ચીન અને જાપાન વચ્ચે દરિયામાં આવેલા ટાપુઓ ઉપર વર્ચસ્વ અંગે વિવાદ ચાલી રહ્યો છે.

(11:18 am IST)