Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

''અમે મુંગા નહીં બેસી રહીએ'': અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ વિદેશી મૂળની ૪ ડેમોક્રેટ કોંગ્રેસ વુમનને વતનમાં પાછા જતા રહેવા કરેલી ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાતઃ પત્રકાર પરિષદ બોલાવી પ્રેસિડન્ટની વંશીય ટિપ્પણી વખોડી કાઢીઃ અમેરિકા પ્રત્યે પ્રેમ હોવાનું જણાવ્યું: સંસદમાં પણ વિરોધ વ્યકત કરવાની તૈયારી

વોશીંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ વિદેશી મૂળની ૪ ડેમોક્રેટ કોંગ્રેસ વુમનને પોતાના વતનમાં પાછા ફરી જવાનું મંતવ્ય વ્યકત કરતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

આ ૪ કોંગ્રેસવુમન ન્યુયોર્કના એલેકઝાન્ડ્રીઆ ઓકાસીઓ, મિચીગનના રસીદા તલૈબ, મિન્નેસોટાના ઇલહાન ઓમર, તથા  મેસ્સેચ્યુએટસના આયના પ્રેસલીએ પત્રકાર પરિષદ બોલાવી ટ્રમ્પના મંતવ્યની ઝાટકણી કાઢતા જણાવ્યુ ંહતું કે અમે હિયાનીક, આરબ, સોમાલી, તથા આફ્રિકન અમેરિકન છીએ પરંતુ અમેરિકાન સમર્પિત છીએ તથા અમારો પ્રેમ અમેરિકા માટે છે. અમારા ઉપર કરાયેલી વંશીય ટીપ્પણી વિરૂધ્ધ અમે મૌન નહીં રહીએ હાઉસમાં પણ વિરોધ નોંધાવશું તેમ જણાવ્યું હતું.

(8:48 pm IST)